11000 ફૂટની ઉંચાઈએ જવાનો સાથે મોદીએ ઉજવી દિવાળી

નવી દિલ્હી તા,7
દિવાળીના પ્રસંગ પર ઉત્તરાખંડ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન સીમા પર આવેલ હર્ષિલ બોર્ડર પર જઈને આઈટીબીપીના જવાનોને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ જવાનોને ગિફ્ટસ પણ વહેંચી હતી. આ વેળાએ સેનાના પ્રમુખ બિપીન રાવત પણ હાજર રહ્યા હતા. હર્ષિલ બોર્ડર પર જવાનોની સાથે દિવાળી ઉજવ્યા બાદ પીએમ મોદી ભગવાન કેદારનાથના મંદિર જશે. ત્યાં તેઓ પૂજા-અર્ચના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ સેનાના જવાનોની સાથે બુધવારે દિવાળી ઉજવશે અને પોતાના અનુભવોની તસવીરો રજૂ કરશે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તરફથી દિવાળીની શુભેચ્છાઓના જવાબમાં મોદીએ કહ્યું કે, દર વર્ષે હું અમારા સરહદીય વિસ્તારમાં જઉં છું અને જવાનોને હેરાન કરું છું. આ વર્ષે પણ હું બહાદુર જવાનો પાસે જઈશ.
તેમની સાથે સમય વિતાવવો ખાસ બની જાય છે. તેમણે કહ્યું કે, બુધવારની સાંજે તેઓ તસવીરો શેર કરશે.   ઈઝરાયેલના વડાપ્રધાને હિન્દીમાં પાઠવી શુભેચ્છા
ઈઝરાયેલના વડાપ્રધાને ટ્વિટ કરી કે, ઈઝરાયેલના લોકો તરફથી, હું મારા પ્રેમાળ મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને દિવાળીની શુભેચ્છાઓ આપું છું. રોશનીના આ ચમકદાર તહેવારથી તમને ખુશી અને સમૃદ્ધ મળે. અમને બહુ જ આનંદ થશે કે, તમે આ ટ્વિટનો જવાબ એ શહેરના નામથી આપો, જ્યાંથી તમે તહેવાર ઉજવી રહ્યાં છો.