ચોપડામાં સરવૈયું કાઢીએ તેમ જીવનનું પણ સરવૈયું કાઢવું: દેવકૃષ્ણદાસ સ્વામી

રાજકોટ તા,7
સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દિવાળીના શુભ દિને ચોપડા પૂજન તથા લક્ષ્મીપૂજન સ્વામિનારાયણ ગુરુકુળમાં આયોજન કરાયું હતું. જેમાં વિશાળ સંખ્યામાં હરિભક્તોએ વિદ્ધાન ભૂદેવો તથા પવિત્ર સંતોના સાનિધ્યમાં વૈદિક વિધિથી ચોપડા પૂજન તથા લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજકોટ શહેરના વિવિધ વેપારી ભાઈએાએ પોતપોતાના ચોપડાઓ લઈ પૂજન કરેલ પૂજન માટેની વિવિધ સામગ્રી ગુરુકુળમાંથી પૂરી પાડવામાં આવેલ વેપારી ભાઈઓએ વૈદિક વિધિ તથા સંતોના આશીર્વાદથી ચોપડા પૂજન કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે ગુરુસ્થાને બિરાજતા ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ આરતી ઉતારી વેપારી ભાઈઓને સંબોધતા જણાવેલ કે તમે સંવત 2075ની સાલમાં નીતિમતા અને પ્રામાણિકતાથી વેપાર ધંધા કરજો સાથો સાથ ભગવાનને કહેતા નારાયણને રાખજો તો લક્ષ્મી જરૂર પધારશે વિશેષમાં સ્વામીજીએ જણાવેલ કે જેમ આપણે દર વર્ષે ચોપડામાં ધંધાનું સરવૈયું કાઢીએ છીએ એમ આપણા જીવનનું પણ સરવૈયું કાઢવું ગત વર્ષ કરતા પણ ચાલુ વર્ષે કેટલા જીવનમાં પણ સફળ થયા હવે કેટલું આગળ વધવું ને વિચારવું એમ બાલુ ભગત તથા નિલકંઠ ભગતની યાદીમાં જણાવ્યું છે.
આ પ્રસંગે શાસ્ત્રી હરિપ્રિય સ્વામીએ વિવિધ વિધિ કરી સૌને આર્શીવાદ પાઠવ્યા હતા.