ફરવાનું (પ્રવાસ) પહેલાં, મળવાનું (સાલમુબારક) પછી...

ચાલો ફરવા...: જન્માષ્ટમી હોય કે દિવાળી, થર્ટીફસ્ટ ડીસેમ્બર હોય કે મકરસંક્રાંત... બે ચાર રજાઓ ભેગી મળી નથી કે પ્રવાસ શોખીખોએ એને વેકેશન બનાવી નથી! ઉનાળુ વેકેશન પછીના ક્રમે આવતા દિવાળી મિનિ વેકેશનમાં રાજકોટથી અનેક પ્રવાસીપ્રેમીઓ ટૂર પર ઉપડી ગયા છે. રાજસ્થાન, ગોવા, હિમાચલ.... સ્થળોની કયાં કમી છે! આ શોખીન પરિવારો હવે લાભપાંચમ પછી પરત  ફરશે, અને સાલમુબારક કહેવા પછીથી હળશે મળશે..!