અંતરદીપ પ્રગટાવવાનો દિવસ નૂતનવર્ષNovember 07, 2018

લાભ પાંચમના શુભ મુહૂર્તોની યાદી
કારતક સુદ પાંચમને સોમવાર, તા.12.11.2018
દિવસના ચોઘડીયા
અમૃત 6.58 થી 8.21, શુભ 9.45 થી 11.08, ચલ 1.54 થી 3.17, લાભ 3.17 થી 4.40, અમૃત 4.40 થી 6.03,
રાત્રીના ચોઘડીયા
06.03 થી 7.40 અભિજિત મુહૂર્ત બોપોરે 12.09 થી 12.53નું પેઢી ખોલવી વ્યાપાર કાર્ય મશીનરીનો પ્રારંભ કરવો શુભ છે. શુક્રવારે ભાઇ-બહેનના સ્નેહનું પર્વ ભાઇબીજ
કારતક સુદ બીજને શુક્રવાર તા.9.11.18નો દિવસ એટલે ભાઇબીજ પુરા ભારતવર્ષમાં નહિ પરંતુ આખી દુનીયામા ભાઇ-બહેનના સ્નેહ અને પ્રેમનું પર્વ એટલે ભાઇ-બીજ. આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી અને ત્યાર બાદ બોપોરે 12 વાગ્યે યમનાજળનું આચમન ઘરના બધાજ સભ્યોને કરવું કહેવાય છે શે બોપોરે 12 વાગ્યે યમુનાજી સાક્ષાત પધારે છે. આથી યમુનાજળનુ આચમન કરવું ઉત્તમ છે એવી એક માન્યતા છે. પૌરાણિક કથા પ્રમાણે યમુનાજી પોતાના ભાઇ યમને જમવા બોલાવે છે. પરંતુ યમરાજાને ફુરસદ ન હોવાથી તે ભાઇબીજના દિવશે જમવા આવે છે. ત્યારે યમુનાજી ભાત ભાતના પકવાન બનાવી પોતાના ભાઇને જમાડે છે અને ત્યારે યમરાજા કહે છે બહેન આશીર્વાદ માગ તારે શું જોઇએ છે. ત્યારે યમુનાજી કહે છે કે જે બહેનના ઘરે આજના વિશે જે ભાઇ જમવા જશે તેને યમ-યાતના ભોગવી ન પડે તથા તેને અકાળ મૃત્યુ ન આવે યમ રાજા આશીર્વાદ આપે છે. આમ આજના દિવસે જે ભાઇ પોતાના બહેનના ઘરે જમવા જાય છે તેને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. આ દિવસે પોતાના બહેનના હાથે બનાવેલી રસોઇ જમવાથી ભાઇને દીર્ઘઆયુષ્યની પ્રાપ્તી થાય છે. અને શત્રુભય રહેતો નથી.