મોટા મનના માનવીઓએ વહેવારની જેમ સાચવી લીધો દીપાવલી તહેવાર

વર્ષનાં સૌથી મોટા પર્વ દિવાળીની ઉજવણી ચરમસીમાએ છે. મનપા દ્વારા શહેરનાં કેન્દ્રબીંદુ સમાન રેસકોર્ષમાં ચકાચૌંધ રોશનીનો શણગાર કરાયો છે. બાલભવન તરફનાં રસ્તાઓ રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા છે તો જીલ્લા પંચાયત ચોકને પણ રોશન કરાયો છે. ગતરાત્રે રોશનીનો નજારો માણવા શહેરીજનો ઉમટી પડયા હતા. ગતરાત્રે રોશનીનો શણગાર માણવા શહેરીજનોની ભીડ જામી હતી. દરેક બજાર, ચોક, ઇમારતો નવોઢાની જેમ શોભી રહી છે. રંગબેરંગી ફટાકડાઓ સાથે લોકોનો આનંદ અને ઉલ્લાસ પણ આસમાને છે. મંદિરો, ઈમારતોની રોશનીનો શણગાર પર્વની ઉજવણીને ચાર ચાંદ લગાડી રહ્યા છે. કાલાવડ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર ઝળાહળ રોશનીથી ઝગમગી રહ્યું છે. ગઈકાલે રાત્રે આકાશમાં આતશબાજી અને મંદિરની રોશનીથી મનોહર દ્રશ્ય સર્જાયુ હતું. રાજપથ કાલાવડ રોડ અને સ્વામીનારાયણ મંદિરનો એરિયરલ વ્યૂ પ્રકાશમાં પર્વને રિફલેકટ કરે છે. (તમામ તસવીરો: રવિ ગોંડલિયા, પ્રવીણ સેદાણી)