દીપાવલીના પર્વમાં સિવિલ હોસ્પિટલમાં ઘઙઉ, ઇમરજન્સી સેવાઓ માટે તબીબો રહેશે ખડેપગે

રાજકોટ તા.7
રંગ અને ઉમંગનો પર્વ એટલે દિવાળી પરંતુ પોતાના પરિવારને પણ પડતો મૂકીને લોકોની સેવા અર્થે ફરજ બજાવતા હોય તો તે છે બીજા ભગવાન એટલે કે ડોક્ટર ....જી હા દિવાળીના પર્વને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ રાબેતા મુજબ ચાલુ રહેશે રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે અહીંયા દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ સહિતના રજાના તમામ દિવસોમાં ઓપીડીમાં મેડિસિન , સર્જીકલ , ગાયનેક , ઇમરજન્સી, ચિલ્ડ્રન, સહિતના તમામ વિભાગ સહીત હોસ્પિટલ ચાલુ જ રહેશે ઓપીડીમાં સહિતના તમામ વિભાગો ચાલુ રહેશે. સૌરાષ્ટ્રમાં દિવાળી સમયે મોટા અકસ્માતો થવાના અને મારામારીના બનાવો બનતા હોય છે ત્યારે કોઈપણ ઇમરજન્સી માટે પણ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં 3 ડોક્ટરો રાઉન્ડ ધ ક્લોક ખડેપગે રહેશે કોઈપણ મોટી ઘટના ઘટે તો તેના માટે દવાઓનો પૂરતો સ્ટોક કરવામાં આવ્યો હોવાનું અધિક્ષક મનીષ મહેતાએ જણાવ્યું હતું. સામાન્ય રીતે સૌ કોઈનો દિવાળીનો પર્વ ઉમંગભેર પૂર્ણ થાય અને કોઈ આપતી ન આવે તેવી સૌ પ્રાર્થના કરીએ પરંતુ તેમ છતાં જો કોઈ આકસ્મિક ઘટના ઘટે તો ભગવાનના બીજા રૂપ સમાન તબીબો સિવિલ હોસ્પિટલમાં ખડેપગે રહેશે ત્યારે પરિવારને છોડીને લોકોની સેવા કરવા આવતા આ તબીબોને લાખ લાખ ધન્યવાદ