અઝખ ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર માલવીયાનગર પોલીસને રોકડ ઇનામ

  • અઝખ ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવનાર માલવીયાનગર પોલીસને રોકડ ઇનામ

રાજકોટ : રાજકોટના માલવીયાનગર વિસ્તારમાં ગોકુલધામ નજીક એક્સિસ બેન્કના એટીએમમાં તસ્કર ચોરી કરવા ઘુસ્યો હોવાની કંટ્રોલની વર્ધી મુજબ માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને બુકાનીધારી ત્રિપુટીને સિફતપૂર્વક દબોચી લઇ સરાહનીય કામગીરી કરી હતી આ કામગીરી બદલ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિદ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ માલવીયાનગર પોલીસ અને ક્યુઆરટીના પીએસઆઇ કે બી પરમાર, રવિરાજસિંહ જાડેજા, સ્ટાફના દિલીપસિંહ, દિગ્વિજયસિંહ, રાજેશભાઈ, હિતેન્દ્રસિંહ, જગાભાઈ, મયુરસિંહ  સહિતના સ્ટાફને રોકડ 15,000 રૂપિયા ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા