સદર બજારમાં મુસ્લિમ પરિવારના 4 બાઈક, બે રિક્ષાને સળગાવી નાખ્યાં

  • સદર બજારમાં મુસ્લિમ પરિવારના  4 બાઈક, બે રિક્ષાને સળગાવી નાખ્યાં
  • સદર બજારમાં મુસ્લિમ પરિવારના  4 બાઈક, બે રિક્ષાને સળગાવી નાખ્યાં


રાજકોટ તા.7
રાજકોટના સદર બજારમાં રહેતા ભંગારના ધંધાર્થીનાં ચાર બાઈક અને બે રિક્ષાને પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દેતા ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો દોડી ગયો હતો જયારે દીવાનપરાના બંધ મકાનમાં ફટાકડો પડતા કચરામાં આગ લગતા ફાયર બ્રિગેડના સ્ટાફે બુજાવી હતી. શહેરના સદર બજારમાં રાહત અને ભંગારનો વ્યવસાય કરતા શાયરાબેનના ઘર બહાર તેઓની માલિકીનું એક એક્ટિવા, એક બાઈક, એક સન્ની, એક યામાહા અને બે રીક્ષા પાર્ક કરેલા હતા તેમજ બંધ પડેલી રિક્ષામાં ભંગાર પણ રાખ્યો હોય તેમાં વહેલી સવારે આ જ વિસ્તારમાં રહેતા અમુક શખ્સોએ પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દેતા તમામ વાહનો અને ભંગાર સળગી ઉઠ્યો હતો શાયરાબેનના જેઠને માલુમ પડતા ફાયર બ્રિગેડમાં જાણ કરતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંગત અદાવતમાં ટોળકીએ આગ લગાવી હોવાની શંકાએ પોલીસે એફએસએલની મદદ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અંદાજિત બે લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે જયારે દીવાનપરા શેરી નંબર 17માં વર્ષો જુના બંધ મકાનમાં મોડી રાત્રે ફટાકડો પડતા કચરો અને લાકડાના જથ્થામાં આગ લાગી હતી જે અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ આગ વધુ વિકરાળ બને તે પૂર્વે જ કાબુ મેળવી લીધો હતો.