સીએમ રૂપાણી સાંજે રાજકોટમાં

  • સીએમ રૂપાણી સાંજે રાજકોટમાં


રાજકોટ તા.7
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાંજે માદરે વતન રાજકોટ પધારી રહેવા છે. મનપા દ્વારા રૈયાધારે યોજાનાર સંવેદના કાર્યક્રમ તથા શ્રીશ્રી રવિશંકર મહારાજની ઉપસ્થિતિમાં યોજાનાર દીપોત્સવી પર્વમાં હાજરી આપશે.
સાંજે પ કલાકે રૈયાધાર આવાસ યોજનામાં સંવેદના કાર્યક્રમ યોજાનાર છે. મુખ્યમંત્રીનાં હસ્તે નવા નળજોડાણ ફોર્મ, સફાઇ કર્મીઓને હેલ્થકાર્ડનું વિતરણ કરાશે. સ્વચ્છ ભારત અભિયાનનાં વિડીયોનું લોન્ચીંગ અને ટીપરવાનમાં પી.એ. સીસ્ટમનું લોન્ચીંગ પણ કરાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ કાર્યક્રમમાં હાજરી આપશે.
ઉપરાંત સાંજનાં 6 કલાકથી રેસકોર્ષ મેદાનમાં શ્રીશ્રી રવિશંકર મહારાજની ઉપસ્થિતિમાં આર્ટ ઓફ લીવીંગ સંસ્થા દ્વારા દીપોત્સવી પર્વનું આયોજન થયું છે તેમાં પણ મુખ્યમંત્રી હાજરી આપનાર છે. સાથે જ પરીવારનાં પારંપરીક ચોપડા પુજનમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે.