સંસદના શિયાળુ સત્રમાં રામ મંદિરનો ખરડો સંભવ

નવીદિલ્હી તા,7 શક્યત: ચોથી ડિસેમ્બરથી શરૂ થનાર સંસદના શિયાળુ સત્રમાં અયોધ્યામાં રામમંદિર બાંધવાને મુદ્દે સરકાર પહેલ કરે અને ખરડાનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા ચર્ચાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રામ મંદિર બાંધવા માટે વધારેલા દબાણને લીધે કેન્દ્ર સરકાર ચિંતિત થઇ છે અને અંદરોઅંદર આ મામલે ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં બહુમતી હોવાને લીધે ત્યાં ખરડો પસાર કરવામાં કોઇ સમસ્યા નહીં નડે, પણ રાજ્યસભામાં બહુમતી ન હોવાને લીધે ખરડો ત્યાં અટકવાની શક્યતા છે. આ સમસ્યાના ઉકેલ માટે બંને સભાની બેઠક બોલાવવી પડશે. અટલબિહારી વાજપેયી સરકારે પોટા માટેનો ઠરાવ પસાર કરાવવા માટે સંસદના બંને ગૃહનું સંયુક્ત સત્ર યોજ્યું હતું. એજ રીતે મોદી સરકાર રામમંદિરનો ખરડો પસાર કરાવવા માટે સંયુક્ત સત્ર બોલાવે એવી શક્યતા છે.