માળિયામિયાણાના દહિસરામાંથી જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા November 07, 2018

મોરબી તા.7
માળીયા મિયાણા આજે સપાટો બોલાવી મોટા દહીંસરા ગામે દરોડો પાડી જુગાર રમતા 10 જુગારીઓને 2,37 લાખની રોકડ અને 3 બાઇક સહિતના મુદામાલ સાથે છ શખ્સોને ઝડપી લીધા હતા.
આ દરોડા દરમિયાન (1)અશોક પટેલ (ર)રમેશભાઈ ભગવાનજીભાઈ કાવર (3) મેહુલભાઈ ઠાકરશીભાઇ કાવર (4)કેશવજીભાઈ અમરશીભાઇ વીરમગામા (પ )યોગેશભાઇ કુંદનભાઇ ગોસ્વામી તથા(6)ગોરવભાઈ ઇન્દ્રપાલ ખુરાના નામના આરોપીઓ ઝડપાઇ ગયા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રુપીયા 2,37,560 તથા ચાર મોટસાયકલ કિ.રૂ. 60,000એમ કુલ મુદામાલ 297560ના મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ માળીયા પોલીસના જુગાર દરોડા દરમિયાન (7)રાજુ મકનભાઈ કોળી રે,વર્ષામેડી (8) શાંતિલાલ મગનલાલ સરડવા રે.સરવડ (9)પુનીત પ્રભુભાઈ સરડવા રે.સરવડ તથા (10) કરશન જલાભાઈ ભરવાડ રે,પીપળીયા રેઇડ દરમ્યાન નાસી છૂટ્યા હતા આમ, કુલ 10 આરોપી વિરુધ્ધ જુગારધારા મુજબ કેસ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 
 
 

Related News