મોરબીમાંથી બિયરના ડબલા સાથે 1 ઝબ્બે

મોરબી તા.7
મોરબી પોલીસે માળીયા રોડ ઉપરથી વસીમભાઇ યુનુસભાઇ પલેજા જાતે સંધી ઉવ 18 રહે કાંન્તીનગર વસુધરા હોટલ પાછળ મસ્જીદવાળી શેરી મોરબીવાળાને પોતાના હવાલા વાળા મો.સા. એક્સેસ રજી. નં.જી.જે. 36 એ 365ની ડેકીમા ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ બીયર હેવર્ડ્સ 5000 સ્ટ્રોંગ બીયર ના ટીન નંગ 2 કિ.રૂ. 200/- તથા મો.સા.ની કિ.રૂ. 25000/- મળી કુલ મુદામાલ રૂ. 25200/- સાથે મળી આવતા બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માથાકૂટમાં હુમલો
મોરબીના લાતીપ્લોટ શેરી નંબર -3 માં હસમુખ દિપક સોવલીયા ઉ.45 ને સોયબ ઉર્ફે સોયબીઓ,રહેમાન ડી.જે.વાળો અને રહેમાનના ભાઈએ એકસંપ કરી હુમલો કરી લોખંડના પાઇપ,બેઝબોલના ધોકા અને કમરે બાંધવાના પટ્ટા વડે માર મારી ટાંટિયા ભાંગી નાખતા આ મામલે એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ અગાઉ હસમુખની પુત્રી સાથે સોયબને અનૈતિક સંબંધ હોય ફરિયાદી હસમુખે સોયાબને પાંચેક માસ અગાઉ છરીના ઘા ઝીક્યાં હોય ગઈકાલે જુના મનદુ:ખના કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.