મોરબીના અદેપરમાંથી જુગાર રમતા છ શખ્સ ઝડપાયા: એક ભાગી ગયો

મોરબી તા.7
મોરબી તાલુકાના અદેપર ગામની સીમમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને પગલે ગઈકાલે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી લઈ 2.25 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો આ દરોડા દરમિયાન વાડી માલિક નાસી છૂટ્યો હતોજેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકના અદેપર ગામની સીમમાં મચ્છુ-2 ડેમ નજીક જુગારધામ ઉપર દરોડા બાદ સ્ટેટ મોનિટરીંગ સેલ, ગુ.રા. ગાંધીનગરના જે.પી.વસીયાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી (1) દીલીપભાઈ નારણભાઈ કાનાબાર, ઉ.વ.48 રહે,મોરબી ઠે. રણછોડનગર, મોરબી(2) ભગવાનજીભાઈ રામજીભાઇ મેરજા, ઉવ.58 રહે.રાજનગર સોસાયટી, પંચાસર રોડ મોરબી (3) નરશીભાઇ કેશવજીભાઈ ટીટોળીયા પટેલ ઉવ.61 રહે.ચિત્રકુટ સોસા, શેરી 4 જી.આઇ.ડી.સી. રોડ મોરબી, (4) કનુભાઇ હરીભાઈ તોગડીયા, ઉ,વ,61 રહે, ચિત્રકુટ સોસા.શેરી નં 4 જી.આઈ.ડી.સી. રોડ મોરબી (5) પ્રભુભાઈ તળશીભાઈ બાવરવા, ઉવ.25 રહે. રવાપર પટેલ સોસાયટી,.તા.જી.મોરબી (6) ઉપેન્દ્રભાઇ નથુભાઇ સરડવા ઉ.વ.48 રહે. રાજકોટ પાટીદાર ચોક મધુવન સોસા, શેરી નં. 6, રમણીકભાઈ પટેલના મકાનમાં ભાડેથી મુળ રહે. લમીવાસ મોટા દહીસરા વાળને ઝડપી લઈ ગુન્હો નોંધાવ્યો હતો આ ઉપરાંત વાડી માલિક પૃથ્વીસિંહ ઉર્ફે પથુભા ઝાલા રહે, અદેપરવાળા વિરુદ્ધ પણ ગુન્હો નોંધાવ્યો હતો વધુમાં સ્ટેટ મોનીટરીંગ ટીમે દરોડા દરમિયાન 59040 રૂપિયા રોકડા, 16000ની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને ઇકો કાર નં જીજે 3 જેએલ ર793 1,50,000 મળી કુલ રૂપિયા 2.25 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.