ખાંભાની રેશનીંગની દુકાનમાંથી રર0 બોગસ રાશન કાર્ડ મળી આવ્યાં

ખાંભા તા.7
ખાંભા તાલુકા રેશનિંગ ના ઘઉં ચોખા તેમજ અન્ય ચીજવસ્તુ નો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો થઈ રહ્યો છે ત્યારે આ કારોબાર ઉપર ખાંભા તાલુકા પુરવઠા માં આવેલ કે કે વાળા ની નિમણૂક થતા જ આ રેશનિંગ ની દુકાનદારો માં જાણે ફફડાટ ફેલાઈ ગયો છે જ્યારે આ તાલુકા પુરવઠા અધિકારી એ માત્ર 1 જ મહિનામાં ખાંભા તાલુકાની 3 વ્યાજબી ભાવની દુકાનો સિઝ કરતા હાલ આ રેશનિંગ ધંધા સાથે સંકળાયેલા દુકાનદારોમાં રીતસર ખોફ અને ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ખાંભા તાલુકા રેશનિંગ દુકાનદારોના પ્રમુખની ખાંભામાં આવેલ દુકાન સિઝ કરતા હાહાકાર મચી ગયો હતો
મળતી માહિતી પ્રમાણે ખાંભામાં રેશનિંગની દુકાન ધરાવતા નરેન્દ્રભાઈ ચંપકલાલ ઉપાધ્યાય ઉર્ફે ભીખા દાદા રેશનિંગ વાળા તરીકે ઓળખાતા અને ખાંભા તાલુકાના રેશનિંગની તમામ દુકાનદાર ના પ્રમુખ પદ ભોગવી રહ્યા છે ત્યારે આજે તેમની દુકાન ખાંભા મામલતદાર કચેરીમાં 1 માસ પેહલા જ તાલુકા પૂરવઠા અધિકારીનો ચાર્જ સાંભળતા કે.કે.વાળા દ્વારા ખાંભા તાલુકામાં ચાલતા રેશનિંગના કાળો કારોબાર નાથવા કમર કસી હોઈ તેમ તેમને ખાંભા ભીખા દાદાની દુકાનદારમાં બોગસ કાર્ડ ની વિગતો ધ્યાનમાં આવતા પ્રથમ દુકાનદારને 30 જેટલા કાર્ડ ધારકો ની યાદી સાથે કરણ દર્શક નોટિસ આપી ખુલાસો માંગતા દુકાનદાર દ્વારા ખુલાસો કર્યો અને તે યાદીમાં કાર્ડ ધરાક મૃતક અને અન્ય જગ્યા એ સ્થળાંતર કરાયાનો જવાબ આપતાની સાથે જ કે.કે.વાળા પોતાની ટીમ સાથે જ ગઈકાલે બપોરના 4 વાગ્યે રેકડ તપાસવા બેસી ગયા બીજા દિવસે વહેલી 4 વાગ્યા સુધી સતત 12 કલાક તપાસ દરમિયાન 220 જેટલા બોગસ કાર્ડ ધ્યાને આજે કે કે વાળા દ્વારા તેમની દુકાન માં પડેલો 79473 રૂપિયાનો માલ તેમજ રેકડ સિઝ કરી આપ્યું હતું જ્યારે આગામી સમયમાં આ દુકાનદાર નો અન્ય રેકડ તપાસવાની બાકી છે ત્યારે હજુ બોગસ કાર્ડની સંખ્યા વધે તેમ શંકા સેવાઈ રહી છે ત્યારે આ બનાવની જાણ તાલુકાના રેશનિંગની દુકાન દરાવતા અન્યને જાણ થતાં તેવો પણ દોડતા થઈ ગયા હતા જ્યારે હાલ રાજકીય ભલામણનો ધોધ પણ વહી રહ્યો છે પરંતુ જિલ્લામાં કે.કે.વાળાની તાપસમાં તટસ્થતા હોવાથી રાજકીય ભલામણ પણ એળે ગઈ હતી.