મોરબીમાં 3500 ગરીબ બાળકોને ફટાકડા અને મીઠાઇનું વિતરણNovember 07, 2018

મોરબી તા.7
મોરબીના 3500 ગરીબ બાળકોને ફટાકડા મીઠાઈ વિતરણ કરી યંગ ઇન્ડિયા ગ્રુપે દિલના દિવા પ્રજ્વલિત કરી ગરીબ બાળકોના જીવનમાં આનંદના અજવાળા પાથર્યા હતાં.
મોરબી સેલ્ફીમાં રાચતો આજનો માનવી સંવેદના હિન બની પોતાનું વિચારવામાં મશગુલ બન્યો છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સમાજના છેવડાના માનવી અને તેમાં પણ ખાસ કરીને ગરીબ બાળકો પણ અન્ય બાળકોની જેમ આનંદ ઉઠાવી મીઠાઈ ખાઇ ફટાકડા ફોડી શકે તે માટે આજે ઝૂંપડપટ્ટીના 3500 બાળકોને હલવાનું મનભાવન ભોજન કરાવી ફટાકડા વિતરણ કરાયું હતું.
વધુમાં તેઓ ઉમેરે છે કે, ઘર સાફ થઈ ગયાં પણ દિલનું શું? આ તહેવાર હળવાં થવાનો મોકો આપે છે, સવાલ એ જ હોય છે કે આપણે આ મોકાનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? દર વર્ષે રિઝોલ્યુશન પાસ થાય છે અને થોડાક દિવસમાં તૂટી પણ જાય છે. કંઈ છૂટતું નથી, કંઈ બદલાતું નથી, માત્ર રોજે રોજ તારીખિયાનું એક પાનું ખરતું જાય છે અને જિંદગીનો એક-એક દિવસ ઘટતો જાય છે. દિવસો તો વિતવાના જ છે, એને કોઈ રોકી શકવાનું નથી પરંતુ આપણે જો એ ચાલ્યા જતાં દિવસોનો અફસોસ ન કરવો હોય તો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એને શ્રેષ્ઠ રીતે જીવી લેવા!!! એટલા માટે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી માં રેહતા જરૂરિયાત મંદ 3500 જેટલા નાના બાળકોને આજે ધનતેરસના દિવસે વિવિધ ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ હલવા સાથેનું ભોજન જમાડીને દિવાળીની ઉજવણી કરી અને આવનાર નવા વર્ષમાં પણ આવા સમાજ ઉપયોગી કામ કરવાની નેમ સાથે જીંદગી ને શ્રેષ્ઠ રીતે જીવી લેવાની એક નાનકડી કોશિશ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બાળકોને ફટાકડા તથા મીઠાઈનું વિતરણ હજુ દિવાળીના દિવસ સુધી ચાલુ રાખવામાં આવનાર હોવાનું દેવેનભાઈએ અંતમાં જણાવ્યું હતું.

 
 
 

Related News