ભકતજનોને દિવાળીની શુભેચ્છા પાઠવતા ચાપરડાના મુકતાનંદબાપુ

તા.7-11 થી 12-11 સુધી પ.પૂજય મુકતાનંદજીબાપુ દરેક ભકતજનો તેમજ સેવક ગણને બ્રાહ્માનંદ ધામખાતે નવા નવલા વર્ષમાં આર્શિવચન આપશે અને લાભ પાંચમ સુધી સેવક-ભકતજનોને દર્શન-ભજન-ભોજન પ્રસાદના પૂજયબાપુના સાનિધ્યમાં લાભ મળશે. પરમ પૂજય મુકતાનંદજીબાપુ પંચ અગ્નિ અખાના સભાપતિ તરીકે નિયુકત થયા બાદ પહેલું નવુ વર્ષ પર્વ પર દરેક સેવકગણ-ભકતો-સંતોને આર્શિવચન આપશે. તમામ સેવક ભકતગણને પૂજયબાપુ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવે છે.