લીલી પરિક્રમાના 114 પ્લોટમાંથી 20 પ્લોટનું હરાજીથી વેચાણ

જૂનાગઢ તા,7
જૂનાગઢમાં 19 નવેમ્બરથી શરૂ થનાર લીલી પરિક્રમ માટે મનપા દ્વારા પડાયેલ 114 પ્લોટ માંથી પ્રથમ રાઉન્ડમાં દિવસમાં જ 20થી વધુ પ્લોટોની વેપારીઓ દ્વારા હરાજીમાં બુકીંગ કરી લેવામાં આવ્યા છે.
ગરવા ગિરનારના જંગલની પાવનકારી લીલી પરીક્રમા આગામી તા.19 નવેમ્બરથી શરુ થનાર છે. ત્યારે વેપારીઓના વેચાણ અર્થે મનપા દ્વારા 114 જેટલા પ્લોટ પાડવામાં આવ્યા હતા. તેમાંથી પ્રથમ બે દિવસ યોજાયેલ હરાજીમાં 20થી વધુ પ્લોટોનું વેપારીઓ દ્વારા બુકીંગ કરી લેવામાં આવ્યું હોવાનું મનપાના આસી. કમિશ્નર (ટેક્ષ) પ્રફુલ્લ કનેરીયાએ જણાવ્યું હતું.
બાકીના પ્લોટની હરાજી દિવાળીના તહેવારો બાદ રાખવામાં આવશે. ત્યારે લાખો પરીક્રમાર્થીઓ આવતા હોય અનેક વેપારીઓ ધંધો કરવા માટે આવતા હોય અને આ વર્ષે પરીક્રમાર્થીઓની સંખ્યામાં પણ વધારો નોંધાશે તેવું મનાય રહ્યું છે ત્યારે દિવાળી બાદ બાકી રહેલા પ્લોટોનું વેચાણ વધી જશે તેમ કનેરીયા દ્વારા આશાવાદ વ્યક્ત કરાયો હતો.