અંતરદિપ પ્રગટાવવાનો દિવસ નુતનવર્ષ

વિક્રમસંવત 2075 સાધારણ નામના સવંત્સરનો પ્રારંભ ગુરૂવારે તા.8.11.18થી થશે નવા વર્ષના દિવશે ગોર્વધનપુજા અન્નકુટ તથા ચોપડામા મિતી-દિવાર નાંખવા માટે નવા વ્યાપારા પ્રારંભ માટે શુભ દિવસ છે.
નવા વર્ષના દિવસે ગોવર્ધન પૂજાનું મહત્વ વધારે છે આ દિવશે શ્રીકૃષ્ણ ભગવાને ઇન્દ્રનો ગર્વ ઉતારવા ગોકુલવાસીઓ સાથે ગોવર્ધન પૂજાની શરૂઆત કરી અતી આ દિવશે ભગવાનને અન્નકુટ પણ ધરાવામાં આવે છે. તે ઉપરાંત આ દિવસે બલિપુજાનું પણ મહત્વ છે. વિષ્ણુભગવાન વામન સ્વરૂપ લઇ અને બલિરાજા પાસે જાય છે. અને ત્રણ ડગલાંમાં પૃથ્વીનું દાન લે છે
બેસતા વર્ષના દિવસે સોપારીમાં બલીરજા પુજન કરવુ અને બ્રાહ્મણોને ગરીબોને દાન આપવું શુભ ગણાય છે.
નવાવર્ષનો દિવસ જીવનના રાગ, દ્વેષ ભુલી અને અંતરના દિપ પ્રગટાવી સાગ, વહાલા અને કુટુંબીજનોને મળવાનો દિવસ.
નવા વર્ષના દિવસે સવારે ઉઠી નિત્યકર્મ કરી સૌપ્રથમ પોતાના માતા્રપિતા અને વડિલો અને ગુરુના આશીર્વાદ લેવા જોઇએ જેથી આખુ વર્ષ શુભ જાય છે.
નવા વર્ષે દાન-પુણ્ય અને કથા શ્રવણ તથા આનંદ પુર્વક એકબીજાને મળી શુભેચ્છા વ્યક્ત કરવી
વ્યાપારના ચોપડામાં મિતી દિવાર તથા શરૂઆત કરવાના શુભ સમયની યાદી
સવારે શુભ 6.56થી8.20, ચલ 11.07થી12.30, લાભ 12.30થી1.43 અભિજિત મુહૂર્ત બોપોરે 12.08થી12.53
બેસતાવર્ષના દિવસે બોપોરે 1.44 થી વીછુડાની શરૂઆત થતી હોવાથી બોપોરે 1.44 પહેલા શુભકાર્યો કરી લેવા લાભ પાંચમના શુભ સમયની યાદી   કારતક સુદ પાંચમને સોમવાર તા.12.11.2018 દિવસના ચોઘડીયા
અમૃત 6.58 થી 8.21, શુભ 9.45 થી 11.08, ચલ 1.54 થી 3.17, લાભ 3.17 થી 4.40, અમૃત 4.40 થી 6.03,
રાત્રીના ચોઘડીયા
06.03 થી 7.40 અભિજિત મુહૂર્ત બોપોરે 12.09 થી 12.53નું પેઢી ખોલવી વ્યાપાર કાર્ય મશીનરીનો પ્રારંભ કરવો શુભ છે. શુક્રવારે ભાઇ બહેનના સ્નેહનું પર્વ ભાઇબીજ કારતક સુદ બીજને શુક્રવાર તા.9.11.18નો દિવસ એટલે ભાઇબીજ પુરા ભારતવર્ષમાં નહિ પરંતુ આખી દુનીયામા ભાઇ-બહેનના સ્નેહ અને પ્રેમનું પર્વ એટલે ભાઇ-બીજ
આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી અને ત્યાર બાદ બોપોરે 12 વાગ્યે યમનાજળનું આચમન ઘરના બધાજ સભ્યોને કરવું કહેવાય છે શે બોપોરે 12 વાગ્યે યમુનાજી સાક્ષાત પધારે છે. આથી યમુનાજળનુ આચમન કરવું ઉત્તમ છે એવી એક માન્યતા છે.
પૌરાણિક કથા પ્રમાણે યમુનાજી પોતાના ભાઇ યમને જમવા બોલાવે છે. પરંતુ યમરાજાને ફુરસદ ન હોવાથી તે ભાઇબીજના દિવશે જમવા આવે છે. ત્યારે યમુનાજી ભાત ભાતના પકવાન બનાવી પોતાના ભાઇને જમાડે છે અને ત્યારે યમરાજા કહે છે બહેન આશીર્વાદ માગ તારે શું જોઇએ છે. ત્યારે યમુનાજી કહે છે કે જે બહેનના ઘરે આજના વિશે જે ભાઇ જમવા જશે તેને યમ-યાતના ભોગવી ન પડે તથા તેને અકાળ મૃત્યુ ન આવે યમ રાજા આશીર્વાદ આપે છે આમ આજના દિવસે જે ભાઇ પોતાના બહેનના ઘરે જમવા જાય છે તેને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી
આ દિવસે પોતાના બહેનના હાથે બનાવેલી રસોઇ જમવાથી ભાઇને દીર્ઘઆયુષ્યની પ્રાપ્તી થાય છે. અને શત્રુભય રહેતો નથી.