જૂનાગઢમાં ‘માસી’ને ત્યાં તરૂણી પર બળાત્કાર; ઘરમાં ઘૂસીને આતંક, લૂંટNovember 07, 2018

જૂનાગઢ તા.7
જૂનાગઢના બે નરાધમોએ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી, બ્લેક મેઇલ કરી અવારનવાર ધાક ધમકી આપી દુષ્કર્મ આચરી દાદાગીરી કરી રાત્રીના દોઢ વાગ્યે સગીરાના ઘરે વંડી ઠેકી બારી-બારણાં ખખડાવી સગીરાના પિતાને છરી બતાવી ધાક-ધમકી આપી ગુન્હામાં સંડોવી દેવાની બીક બતાવી આરોપીએ પોતાના હાથે બ્લેડના છરકા કરી રૂા.8 હજારની લૂંટ કરી ગયાની પોલીસ દફતરે ફરીયાદ નોંધાતા પોલીસે બે યુવક તથા એક માસી નામની મહિલા સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના દોલતપરા જય પાર્ક ખાતે રહેતા એક ગૃહસ્થે એ ડીવી. પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ભારત મીલના ઢોરે રહેતા બહાદુર બસીર ગામેતી અને ભુરાવાળ વાળો એક અજાણ્યો શખ્સ ગત તા.3/11/18ની રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં ફરીયાદીની વંડી ટપી બારી-બારણા ખખડાવી ગાળો બોલી છરી બતાવી ધાક ધમકી આપી ખોટા ગુનામાં સલવાડી દેવાની બીક બતાવી પોતાની જાતે બ્લેડના છરકા પોતાના હાથે કરી રૂા.8000ની લૂંટ કરી લઇ ગયેલ હતા.
આ ઉપરાંત બહાદુર બસીર ગામેતીએ ફરીયાદીની સગીર વયની પુત્રીને લલચાવી, મોબાઈલ નંબર આપી પ્રેમજાળમાં ફસાવી બ્લેક મેઈલ કરી ધાક-ધમકી આપી, ગીરીરાજ સોસાયટીમાં રહેતી એક માસી નામની મહીલાના ઘરે અવાર નવાર લઇ જઇ ભોગ બનનાર સગીરાની મરજી વિરુધ્ધ ધાક ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.
જૂનાગઢ એડીવીઝન પોલીસે આરોપીની ફરીયાદ લઇ માસી નામની મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. જયારે ફરીયાદી અનુસુચીત જાતીના હોવાથી આ ગુનાની ઈ.ચા. ના.પો. અધિ. એસ.ટી.એસ.સી. એમ.એસ. રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.