ઝવેરચંદ મેઘાણીના પુત્રવધૂ અને પિનાકી મેઘાણીના માતૃશ્રીનું અવસાન

  • ઝવેરચંદ મેઘાણીના પુત્રવધૂ અને પિનાકી મેઘાણીના માતૃશ્રીનું અવસાન

રાજકોટ તા,7
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રવધુ અને પિનાકી મેઘાણીના માતૃશ્રી કુસુમબેન નાનકભાઈ મેઘાણીએ 80 વર્ષની વયે ગઈકાલે અવસાન થયું હતું.
ભાવનગર ખાતે જન્મેલાં કુસુમબેન મેઘાણીએ એમ.એ. - બી.એડ.નો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો હતો. માતા લક્ષ્મીબેન અને પિતા ત્રિભુવનદાસ શાહની પ્રેરણાથી શાળા-કોલેજ દરમિયાન અભ્યાસ ઉપરાંત કલા અને રમતગમત ક્ષેત્રે પણ અનેક સિધ્ધિઓ હાંસલ કરી હતી. 1959માં દિલ્હીનાં તાલકટોરા ગાર્ડન ખાતે યોજાયેલ ઑલ-ઈન્ડિયા યુથ ફેસ્ટીવલમાં
ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત નરઢિયાળી રાતથનાં પ્રાચીન રાસ-ગરબા-લોકગીતો ગુંજયાં હતાં. ભાવનગરની શામળદાસ કોલેજનાં 12 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ દેશની 37 યુનિવર્સિટીઓમાં લોક-નૃત્યમાં પ્રથમ ક્ર્મ પ્રાપ્ત કર્યો હતો. શામળદાસ કોલેજમાં જુનિયર બી.એ.માં ત્યારે અભ્યાસ કરતાં કુસુમબેન આ વિજેતા ટીમમાં શામેલ હતાં. દેશના પ્રથમ પ્રધાન મંત્રી પંડીત જવાહરલાલ નહેરુએ વિજેતા ટીમનું સન્માન કર્યું હતું. એન.સી.સી.માં બેસ્ટ કેડેટ તરીકે પણ પસંદગી પામેલા.