હળવદના ચરાડવા મહાકાળી આશ્રમમાં ભાગવત સપ્તાહમાં હાજરી આપશે રૂપાણીNovember 07, 2018

મોરબી તા,7
હળવદ તાલુકાના ચરાવડા ખાતે આવેલ સુપ્રસિધ્ધ મહાકાળી આશ્રમ ખાતે આગામી તા.10ના રોજ મુખ્યમંત્રી રૂપાણી આશ્રમમાં આયોજીત સપ્તાહમાં આવવાના હોય, તેમના આયોજન સબંધે કલેકટર આર.જે.માકડીયાના અધ્યક્ષસ્થાને ગઈકાલે એક મીટીંગ યોજવામાં આવી હતી.આ મીટીંગમાં દરેક વિભાગના અધિકારીઓને મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, પાણી મળી રહે ,સ્વચ્છતા જળવાય રહે અને કાર્યક્રમનું આયોજન સરસ રીતે થાય તેવી સુચના કલેકટરે આપેલ હતી. કલેકટર આર.જે.માકડીયા અને મહાકાળી મંદિરના આયોજક તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારી સાથે સી.એમ.ઓ.ઓફીસ માંથી એક વિડિયો કોન્ફરન્સ મુખ્યમંત્રીના હળવદ તાલુકાના ચરાડવા ખાતે આવે મહાકાળી આશ્રમ ખાતે યોજાનાર કાર્યક્રમના આયોજન સબંધિત માહિતી પુરી પાડી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટર કેતન જોશી, ડી.વાય.એસ.પી બન્નો જોશી, અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.