સ્વતંત્રતા સમયે સોમનાથ મંદિરનું નિર્માણ થયું તેમ રામ મંદિરનું નિર્માણ થાય : શ્રીશ્રી

વેરાવળ તા,7
યાત્રાઘામ સોમનાથ ખાતે આર્ટ ઓફ લીવીંગ પરીવાર દ્વારા યોજાનાર આઘ્યાત્મિક કાર્યક્રમ આવેલ શ્રીશ્રી રવિશંકરજી સોમનાથ ખાતે આવી પહોંચી તેઓએ મહાદેવના દર્શન કરી મહાપૂજા કરેલ હતી અને આ તકે સ્વતંત્રતા સમયે જે રીતે સોમનાથ મંદિરનું નિમાર્ણ થયેલ તેવી જ રીતે રામ મંદિરનું નિર્માણ થાય તેવી લાગણી પત્રકારો સમક્ષ વ્યકત કરેલ હતી. સોમનાથ મહાદેવની દિવ્ય ભુમિમાં કાળી ચૌદસના દિપાવલીના પર્વમાં શ્રીશ્રી રવિશંકરજી આવી પહોંચતા તેમનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવેલ હતું અને સોમનાથ મંદિર ખાતે આવી પહોંચતા ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા તેમને આવકારેલ હતા. આ તકે શ્રીશ્રી રવિશંકરજીએ પત્રકારોને જણાવેલ કે, દેશની સ્વતંત્રયા સમયે જેમ સોમનાથ મંદિરનું નિર્માણ થયેલ તે રીતે અયોઘ્યામાં રામ મંદિરનું વ્હેલી તકે સર્વસંમતિથી નિર્માણ થવું જોઇએ. કારણ કે, સોમનાથ મંદિર જેમ દેશનું ગૌરવ છે તેમ રામ મંદિર પણ છે અને લોકોની ઇચ્છા મુજબ સારા વાતાવરણની અંદર સર્વસંમતિથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવું જોઇએ. જો કે શ્રીશ્રી રવિશંકરજીએ પત્રકારોના દર ચુંટણી સમયે રામ મંદિર બનાવવાનો મુદો ઉછળતો હોવાના સવાલનો જવાબ આપવાનું ટાળેલ હતું.