વાડીના હલાણના પ્રશ્ર્ને મુસ્લિમ બંધુ ઉપર ત્રણ શખ્સોનો ધોકાથી હુમલોNovember 07, 2018

રાજકોટ તા.7
વાંકાનેર તાલુકાના જાલીડા ગામે વાડીએ જવાના હલાણના પ્રશ્ર્ને બે મુસ્લીમ બંધુ ઉપર ત્રણ શખ્સોએ ધોકા અને પાઇપના હાથા વતી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને આધેડને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ કેસની વિગત મુજબ વાંકાનેરના જાલીડા ગામે રહેતા ઇબ્રાહીમભાઇ અનીભાઇ શેરસીયા (ઉ.વ.50) અને તેમના મોટા ભાઇ અલ્લાઉદીન અનીભાઇ શેરસીયા (ઉ.વ.53) બંને ભાઇઓ વાડીએ હતા ત્યારે કૌટુંબીક ભાઇ અલ્લાઉદીન અલી શેરસીયા અને તેના પુત્ર ઇલમદીન શેરસીયા અને આરીફ શેરસીયાએ ઝઘડો કરી પાવડાના હાથા અને લાકડી વતી હુમલો કરી ઢોરમાર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને બંધુઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક પુછતાછમાં વાડીએ જવાના હલાણના પ્રશ્ર્ને ચાલતી અદાવતનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 
 
 

Related News