ગાંજાના જંગી જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવીNovember 07, 2018

રાજકોટ તા,7
સૌરાષ્ટ્રભરમાં ગાંજાની સપ્લાય કરતા 9 જેટલા શખ્સોની રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાંથી ગાંજાના જંગી જથ્થા સાથે ઝડપાયેલા બે આરોપીએ કોટમાં કરેલી જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, જામ ખંભાળીયાના મુકેશગીરી જસવંતગીરી ગૌસ્વામી અને ચેતનસિંહ ઉર્ફે રાજભા ભુપેન્દ્રસિંહ ઝાલા સહિતના નવ આરોપીઓ જામખંભાળીયામાં ભાડાના મકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો સ્ટોક કરી સમગ્ર સૌરાષ્ટ્રમાં સપ્લાય કરતાં હતાં. રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી સોેસાયટીમાંથી મુકેશગીરી જસવંતગીરી ગૌસ્વામી અને ચેતનસિંહ ઉર્ફે રાજભા ભુપેન્દ્રસિંહ ઝાલાને ભક્તિનગર પોલીસે બાતમીના આધારે ગાંજાના જંગી જથ્થા સાથે ધરપકડ કરી હતી. આ કેસની ચાર્જશીટ બાદ જેલ હવાલે રહેલા મુકેશગીરી ગૌસ્વામી અને ચેતનસિંહ ઉર્ફે રાજભા ઝાલાએ અદાલતમાં જામીન અરજી કરી હતી. આ જામીન અરજી કોર્ટમાં ચાલી જતા કોર્ટ બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ જજ આર.ઠક્કરે બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સ્મીત્રાબેન અત્રી અને બિનલબેન રવેશીયા રોકાયાં હતાં.

 
 
 

Related News