બેન્કોમાં 4 દી’ રજા : 3000 કરોડ રૂપિયાનું ક્લિયરિંગ અટકશે

રાજકોટ તા,7
દિવાળીના તહેવારોનાં કારણે આજથી બેન્કોમાં ચાર દિવસ સુધી રજાઓનાં કારણે રાજકોટમાં એક અંદાજ પ્રમાણે રૂા.3000 કરોડનું ક્લીયરીંગ અટવાશે. બેન્કો બંધ હોવાના કારણે પૈસા ઉપાડવા માટે આ ચાર દિવસો દરીમયાન એટીએમ એકમાત્ર વિકલ્પ હોવાથી એટીએમ સેન્ટરોમાં આજથી ભીડ જોવા મળે તેવી શક્યતા છે.
દિવાળીના પર્વોમાં પાંચ દિવસમાંથી ચાર દિવસ રજાના કારણે બેન્કો બંધ રહેવાની હોવાથી બેન્કોમાં ભારે ભીડ જોવા મળી હતી.એક અંદાજ પ્રમાણે ચાર રજાના કારણે શહેરમાં લગભગ 3000 કરોડ રુપિયાનુ ક્લિયરિંગ અટકશે.
બેન્કોમાં આજે બુધવારે દિવાળીની રજા છે.એ પછી ગુરુવારે બેસતા વર્ષના કારણે બેન્કો બંધ રહેશે.શુક્રવારે એક દિવસ બેન્ક ચાલુ રહેશે અને એ પછી શનિવાર અને રવિવારના કારણે ફરી બેન્કો બંધ રહેશે.આમ એક સપ્તાહમાં ચાર દિવસ માટે બેન્કોમાં કોઈ નાણાકીય વ્યવહાર નહી થાય.
આ સંજોગોમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ લોકોનો બેન્કોમાં ધસારો રહ્યો હતો.બીજી તરફ હવે ચાર દિવસ માટે લોકો માટે પૈસા ઉપાડવા માટે એટીએમનો જ વિકલ્પ રહેવાનો હોવાથી એટીએમ પર પણ પૈસા ઉપાડવા માટે રોજ કરતા વધારે ભીડ આજતી જ જોવા મળી હતી.જેમાં કેટલાક એટીએમ પર આજથી જ પૈસા નહી હોવાની બૂમો પણ ઉઠી હતી.