9મીએ જૂનાગઢવાસીઓ મનાવશે આઝાદી

જૂનાગઢ: જૂનાગઢવાસીઓના દિવાળી પર્વની શ્રુંખલામાં એક વર્ષે જોગનુંજોગ એક દિવસનો વધારો થયો છે. અને એ દિવસ એટલે જૂનાગઢનો આઝાદીનો દિવસ 9 સપ્ટેમ્બર...આ દિવસ જૂનાગઢની દીવાળી સમાન માને છે અને મનપા સહિતના તંત્ર તથા સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા આતશબાજી, વિજય સ્તંભ પૂજન સહિતા કાર્યક્રમો રખાય છે ત્યારે આ વર્ષે પણ મનપા દ્વારા લાખોના ખર્ચે આતશબાજી સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
પુરો ભારત દેશ 1947ના રોજ આઝાદ થયો હતો અને પુરૂ ભારત વર્ષ 15મી ઓગષ્ટે આઝાદીનો જશન મનાવી રહ્યું હતું ત્યારે જૂનાગઢ માત્ર એક જ એવું નગર હતું જે ગુલામીમાં હતું અને સત્તાવાર રીતે આઝાદ થયું ન હતું. જે આરઝી હુકુમત સહિતની ટીમ અને આઝાદીના લડવૈયા તથા નેતાઓના અથાય પુરૂષાર્થ ભોગે 9મી નવેમ્બર 1947ના દિવસે આઝાદ થયું હતું. આમ જૂનાગઢ માટે 9મી નવેમ્બર આઝાદ દીવસ અને બીજા અર્થમાં જૂનાગઢની રીયલ દીવાળીનો દીવસ ગણવામાં આવે છે.
જૂનાગઢ મનપા દ્વારા દર વર્ષનછ જેમ આ વર્ષે પણ તા.9 નવેમ્બરના સવારે 9 વાગે બહાઉદ્દીન કોલેજ ખાતે વિજય સ્તંજના પુજનનો કાર્યક્રમ રાખ્યો છે. તથા રાત્રીના 9 કલાકે બ્હાઉદ્દીન કોલેજ ખાતે લાખોના ખર્ચે આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે.