ધ્રોલના લ્યારા પાસે કાર અકસ્માતમાં ઘવાયેલા નિવૃત્ત આર્મીમેનનું મોતNovember 07, 2018

રાજકોટ તા,7
રાજકોટમાં ગોવિંદરત્ન રેસીડેન્સીમાં રહેતા જયંતીભાઇ નથુભાઇ સાવલીયા (ઉ.વ.56) એક 7 વર્ષની બાળકી અને 25 વર્ષના યુવાન સાથે કારમાં રાજકોટથી જામનગર જઇ રહ્યા હતા. ત્યારે ધ્રોલના લ્યારા ગામના પાટીયા પાસે અકસ્માતે કાર પલ્ટી જતા જીવલેણ અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નિપજયું હતું. ત્યારે જેન્તીભાઇ સાવલીયા અને યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં જેન્તીભાઇ સાવલીયાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરીવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે. મૃતક નિવૃત આર્મીમેન હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.