સમઢિયાળાના મહિલા સરપંચ અને તેના બે પુત્ર ઉપર હુમલો

ભાવનગર તા,7
તળાજાના સમઢીયાળા ગામના મહિલા સરપંચ અને તેઓના બે દિકરા પર મોડી રાત્રીના સમયે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મૂંઢ ઈજાઓ પહોંચાડતા તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
તળાજાના દિહોર વિસ્તારમાં ચકચાર મચાવતા બનાવની સતાવાર સાધનો પાસેથી મળતી વિગતોમાં સમઢીયાળા ગામના મહિલા સરપંચ જમકુબેન ભાનુશંકર ભટ્ટ (ઉ.વ.50) તથા તેમના દીકરીઓ પ્રફુલભાઇ અને રમેશ્ર્વરને રાત્રીના એકાદ વાગ્યે તળાજા રેફલર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ હતા. મૂઢ માર માર્યાની એમ.એલ.સી. નોંધવામાં આવી હતી.
આ બનાવને લઇ મોડી રાત્રે ફરીયાદ લેવા જનાર એ.એસ.આઈ.એલ.વી. ભમ્મરના જણાવ્યા પ્રમાણે ફરિયાદ દ્વારા કરમદિયા ગામ સહિતના પંદર જેટલા વ્યક્તિઓ વિરુધ્ધ ફરીયાદ નોંધવાનો આગ્રહ રાખતા આરોપીઓ ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા હુમલો કરવાની સંખ્યા બાબતે વિવાદ થયેલ. જેના પગલે ફરીયાદી પક્ષ દ્વારા ક્ધટ્રોલમાં પણ જાણ કરવામાં આવતા તળાજા પોલીસે બનાવની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ એક યુવતીને લઇ પારિવારીક ઝઘડામાં પરણમેલ હોવાનું પોલીસે ઉમેર્યુ હતું.