જસદણ પેટા ચૂંટણી માટે 69 નેતાઓને ભાજપે મેદાનમાં ઉતાર્યા November 07, 2018

રાજકોટ, તા.7
જસદણ ધારાસભાની યોજાનાર પેટા-ચૂંટણી જાહેર થાય તે પહેલા શાસકપક્ષ ભાજપે કુંવરજીભાઇ બાવળીયાને વિજેતા બનાવવા જબરી તાકાત કામે લગાડી છે અને નેતાઓ તથા કાર્યકરોના દળકટકને જસદણ પંથકમાં જવાબદારી સોંપી દીધી છે.
આ બેઠક ઉપર મતદારોની નારાજગી પારખી જઇ ભારતીય જનતા પાર્ટીએ બે કેબીનેટ મંત્રી સૌરભભાઇ પટેલ તથા જયેશ રાદડીયા ઉપરાંત 67 જેટલા સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો તેમજ પ્રથમ હરોળના સ્થાનિક નેતાઓને જિલ્લા પંચાયતની બેઠક વાઇઝ જવાબદારીઓ સોંપી દીધી છે અને દિવાળી બાદ તુરંત જ આ ફોજ જસદણ મત વિસ્તારમાં ઉતરી પડનાર છે.
જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયા છે જ્યારે વિધાન-સભાના સંપર્ક માટે ડો.ભરતભાઇ બોઘરાનું નામ જાહેર કરાયું છે તેમજ કાર્યાલયના વ્યવસ્થાપક તરીકે અમિતભાઇ ત્રિવેદી, વનરાજ બાંભણીયા તથા અંકિત બોઘરાની નિમણૂંક કરવામાં આવી છે.
ભાજપ કાર્યાલયે જાહેર કરેલી યાદી મુજબ ચૂંટણીના ઈન્ચાર્જ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા સહ ઈન્ચાર્જ તરીકે માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને તેમજ સંકલન વ્યવસ્થાપન માટે અમોભાઈ શાહને જવાબદારી સોંપાયેલ છે. જ્યારે પ્રદેશ નિયુકત ઈન્ચાર્જ તરીકે ઘેટા - ઉન નિગમના ચેરમેન ભવાનભાઈ ભરવાડ, સેદરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તથા રાજ્યસભાના સાંસદ શંભુનાથ ટુંડિયાની નિયુક્તિ કરવામાં આવી છે.
આ સિવાય જસદણ વિધાનસભા બેઠક હેઠળ આવતી જિલ્લા પંચાયતની 8 બેઠક જસદણ શહેર તથા ગોંડલ પંથકના ગામડાઓ માટે પણ પ્રદેશ ઈન્ચાર્જ, જિલ્લા ઈન્ચાર્જ, સ્થાનિક ઈન્ચાર્જ અને સ્થાનિક સહ ઈન્ચાર્જ નિમવામાં આવેલ છે.
જિલ્લા પંચાયતની આટકોટ બેઠકના પ્રદેશ ઈન્ચાર્જ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખિયા તથા મહામંત્રી ભાનુભાઈ મેતા, જિલ્લા ઈન્ચાર્જ તરીકે ગોરધનભાઈ ધામેલિયા, સ્થાનિક ઈન્ચાર્જ તરીકે વિજય વસાણી અને સહ ઈન્ચાર્જ તરીકે મનસુખભાઈ જાદવની નિમણુક કરાઈ છે.
આજ રીતે સાણથલી બેઠક માટે પ્રદેશ ઈન્ચાર્જ રમેશભાઈ મુંગરા સાથે એક જિલ્લા ઈન્ચાર્જ, બે સ્થાનિક ઈન્ચાર્જ અને બે સહઈન્ચાર્જ નિમવામાં આવ્યા છે. કમળાપુર બેઠકના પ્રદેશ નિરિક્ષક તરીકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સાથે એક જિલ્લા ઈન્ચાર્જ, એક સ્થાનિક ઈન્ચાર્જ અને બે સહસ્થાનિક ઈન્ચાર્જ નિમાયા છે.
ભાડલા બેઠક ઉતર પ્રદેશ ઈન્ચાર્જ તરીકે પૂર્વમંત્રી કિરીટસિંહ રાણા સાથે એક જિલ્લા ઈન્ચાર્જ, એક - એક સ્થાનિક ઈન્ચાર્જ - સહ ઈન્ચાર્જ મુકાયા છે. જ્યારે ભડલી બેઠક ઉપર પ્રદેશ ઈન્ચાર્જ તરીકે બે નેતા ધારાસભ્ય આર.સી. મકવાણા તથા સુરેન્દ્રનગરના રામભાઈ ભરવાડ ઉપરાંત એક - એક જિલ્લા ઈન્ચાર્જ - સ્થાનિક ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જ મુકવામાં આવ્યા છે.
વીંછિયામાં પણ શંકરભાઈ વેગડ અને ઉમેશભાઈને પ્રદેશ ઈન્ચાર્જ સાથે એક - એક જિલ્લા ઈન્ચાર્જ - સ્થાનિક ઈન્ચાર્જ અને સહઈન્ચાર્જ મુકાયા છે. પીપરડી બેઠક ઉપર પણ પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયાને પ્રદેશ ઈન્ચાર્જ બનાવવા સાથે એક જિલ્લા, એક સ્થાનિક ઈન્ચાર્જ અને એક સ્થાનિક ઈન્ચાર્જ તરીકે મુકાયા છે.
જ્યારે જસદણ શહેરના પ્રદેશ ઈન્ચાર્જ તરીકે નીતિન ભારદ્વાજ સાથે બે જિલ્લા ઈન્ચાર્જ, એક સ્થાનિક અને એક સહઈન્ચાર્જ અપાયા છે. તો ગોંડલ વિસ્તાર માટે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપરાંત નાગદાનભાઈ ચાવડા, ભુપતભાઈ અને મનુભાઈ લાવડિયાને જવાબદારી સોંપાઈ છે. ક્યા-ક્યા નેતાઓ ઉતારાયા ?
1) સૌરભભાઈ પટેલ (કેબીનેટમંત્રી)
2) જયેશ રાદડિયા (કેબીનેટમંત્રી)
3) મોહનભાઈ કુંડારિયા (સાંસદ)
4) ભવાનભાઈ ભરવાડ (ચેરમેન - ઘેટા - ઉનનિગમ)
5) જેઠાભાઈ ભરવાડ (ધારાસભ્ય)
6) શંભુનાથ ટુંડિયા (સાંસદ - રાજ્યસભા)
7) ડી.કે.સખિયા (જિલ્લા ભાજપ પ્રમુખ)
8) ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય)
9) કિરીટસિંહ રાણા (માજીમંત્રી)
10) આર.સી.મકવાણા (ધારાસભ્ય)
11) જયરાજસિંહ જાડેજા (ધારાસભ્ય)
12) જયંતિભાઈ કવાડિયા (પૂર્વ મંત્રી)
13) શંકરભાઈ વેગડ (પૂર્વ સાંસદ)
14) ડો.ભરત બોઘરા (ચેરમેન - સહભાગી સિંચાઈ યોજના)

 
 
 

Related News