દિવાળીના તહેવારોમાં સ્વસ્થ રહેવા માટે - આયુર્વેદિક ટીપ્સ

દિવાળી એટલે શુભ-આનંદ-ઉલ્લાસ-પ્રકાશનું પર્વ જેમાં ઘર સફાઇ પછી ફટાકડા, રંગોળી, મિઠાઇઓ, વાનગીઓ, હરવા - ફરવાનો અને નવા વર્ષને આવકારવાનો ઉત્સાહ હોય છે. પરંતુ દિવાળીનાં ઉજવણી પછી ઘણાં લોકોને તાવ, શરદી, ખાંસી, કળતર, સુસ્તી, કબજિયાત, સાંધાના દુ:ખાવા, અનિયમિત ડાયાબિટીસ, વજનમાં વધારો અને અનેક નાની - મોટી તકલીફો જોવા મળે છે. આયુર્વેદ પ્રમાણે જો દિવાળીના તહેવારો દરમિયાન અને પછી પણ થોડી સ્વાસ્થય સંબંધિત કાળજી લેવામાં આવે તો તંદુરસ્ત રહીને તહેવારોની મજા માણી શકાય.
દિવાળી દરમિયાન ઋતુપરિવર્તન થઇને હેમંત ઋતુની શિયાળાની શરૂઆત થાય છે. થોડી થોડી ઠંડીની શરૂઆત સાથે શારીરિક - માનસિક પરિવર્તન પણ થાય છે. જેમ જેમ બહાર ઠંડી વધતી જાય તેમ તેમ આંતરિક જઠરાગ્નિ પ્રબળ બને છે અને પચવામાં ભારે પદાર્થો પણ ઉચિત માત્રામાં પચાવી શકાય છે. રૂપ ચતુર્દશી કે કાળી ચૌદસના દિવસે આહારમાં બનાવવાતાં અડદના વડાં તેનું સૂચક છે કે, હવે ઉચિત માત્રામાં અડદ જેવા પચવામાં ભારેે પદાર્થો પણ ખાઇ શકાશે એટલે જ દિવાળીમાં મિઠાઇનું અનેક મહત્વ હોય છે. પરંતુ, તંદુરસ્ત રહેવા માટે દિવાળીના દિવસો દરમિયાન પોતાની ભૂખ અને પાચનક્ષમતા અંગે જાગૃત રહેવું આવશ્યક છે.
: દિવાળીમાં ભોજન સંબંધિત આટલું ધ્યાન રાખવું :
- મિઠાઇ - ઉચિત માત્રામાં, રોજ થોડી થોડી લેવી જેથી સારી રીતે પચી જાય અને શરીરમાં "આમ (અપકવઅન્ન)ની ઉત્પત્તિ ન કરે.
- મિઠાઇ - ઘરે બનાવેલી જ લેવી, બને ત્યાં સુધી ગોળ કે સાકરમાં બનાવેલી મિઠાઇ લેવી.
- આયોમ્ય રંગ કે વરકવાળી, વાસી, ટોકિસક રસાયણો કે કૃત્રિમ અમામ્ય દ્રવ્યોવાળી મિઠાઇ ન લેવી.
- ચોકલેટ્સ બિલ્કુલ ન લેવી.
- રંગીન કે ફલેવર વગરનો સૂકોમેવો લેવો
- યોગ્ય માત્રામાં પ્રવાહી - પાણી - છાશ - નારિયેળ પાણી દિવસભર લેતાં રહેવું.
- ભોજનમાં આયુર્વેદના ક્રમ અનુસાર વાનગીઓનું સેવન કરવું. જેથી પચવામાં સરળતા રહે.
પ્રથમ મધુર રસ - જેથી જઠરમાં રહેલ વાયુનું શમન થાય, ત્યારબાદ ખાટો - ખારો રસ - મધ્યમાં જે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે.
લીલો, કડવો, તુરો રસ અંતમાં જે ભોજનના અંતે કફને શમન કરે.
- માંસાહાર ન કરવો.
- ભોજનમાં વચ્ચે - વચ્ચે થોડું ગરમ પાણી પીવું.
- બન્ને ત્યાં સુધી બેસન, મેંદાનો ઉપયોગ ઓછો કરવો. જે પચવામાં ભારે છે અને વધુ સમય લે છે.
- બપોરે વધુ પડતું ભોજન કે પચવામાં ભારે ભોજન લેવાયું હોય તો રાત્રિનું ભોજન હળવું લેવું.
: દિવાળીમાં જીવનશૈલી સંબંધિત ટીપ્સ :
- નિત્ય આમ્યંગ : ઘણી પરંપરામાં રૂપ ચતુદર્શી - કાળ ચૌદસથી આમ્યંગ - સ્નાનનો વિશેષ મહિમા છે. આવનારી શિયાળાની ઋતુમાં પણ નિત્ય આમ્યંગ એટલે કે માલિશ કરી થોડા સમય પછી નવશેકા પાણીથી સ્નાન કરવું જોઇએ જેથી આ શરૂઆત છે. દિવાળીના દિવસો દરમિયાન રોજ તલનું તેલ (કે યોગ્ય ઓષધિ - યુકતતેલ) થી સવારે સ્નાનપૂર્વે માલિશ પછી ગરમ પાણીથી સ્નાન અવશ્ય કરવું. જેથી થાક નહીં લાગે આખો દિવસ પ્રફુલ્લિત રહેશે. સ્નાયુઓ સુદઢ બનશે, યુવાવસ્થા લાંબો સમય ટકી રહેશે, રોગ પ્રતિકારક શકિત પણ વધશે.
ખાસ કરીને દિવાળીના તહેવારોમાં મિત્રો, સગાં સંબંધીઓને હળીમળીને ખુશી મનાવવાનું વિશેષ મહત્વ છે. જે ઉચિત પણ છે, પરંતુ આ સમયે આત્મામંડળની (અઞછઅ)ની શુધ્ધિ માટે પણ નિત્ય આમ્યંગ - સ્નાન મદદરૂપ થાય છે.
-યોગ્ય વ્યાયામ : દિવાળીમાં પચવામાં ભારે ભોજન લીધાં પછી તેનું યોગ્ય પાચન થાય અને ફીટનેશ બની રહે એટલે દરરોજ સવારે ચાલવું, હળવી કસરત કરવી, અનુકુળ યોગાસન - ધ્યાનનો અભ્યાસ કરવો.
- ઉચિત સમય ઉંઘ : ઉત્સવના આ દિવસોમાં પણ રાત્રિના ઉજાગરા ન કરવા. રાત્રે દસ સાડા દસ વાગ્યે સુઇ જવું તંદુરસ્તી માટે જરૂરી છે. નિયમિત ઉચિત સમય 6 થી 7 કલાક ઉંઘ અવશ્ય લેવી
- વ્યસનોથી દૂર રહેવું : શરીર - મન પર દિવાળીના તહેવારો દરમિયાન અતિરિકત બોજ આવે છે. જેથી સ્મોકિંગ, આલ્કોહોલ, તમાકુ જેવા વ્યસનોથી દૂર રહેવું.
દિવાળીમાં આયુર્વેદિક ઉપચાર : દિવાળી દરમિયાન ફટાકડા અને હવાના પ્રદુષણને કારણે ફેફસા પર વિપરિત અસર થાય છે. કયાંરેક ચામડીનાં રોગો પણ જોા મળે છે. વધુ પડતાં મેક-અપના ઉપયોગથી પણ ચામડીની તકલીફો જોવાં મળે છે. પ્રદુષણમાં માસ્ક પહેરીને જ જવું.
- નિત્ય આમળાં, હળદર, આંબા હળદરના રસનું સેવન કરવું.
- કફ, ખાંસી, શરદી ન થાય તે માટે આદુનો રસ, તુલસીનો રસ અને મધ રોજ લેવું
દિવાળીમાં ઘરની સફાઇની સાથે સાથે શરીર - મનની સફાઇ કરવી પણ અતિ આવશ્યક છે. દિવાળીમાં આહાર - વિહારમાં અને માનસિક ભાવોમાં સંતુલન હોવું જરૂરી છે. આ માટે દિવાળી પહેલા અને પછી આયુર્વેદિક પંચકર્મ દ્વારા શારીરિક - માનસિક શુધ્ધિકરણ કરવામાં આવે તો શરીરની અંદરની ગંદકી, વિષ તત્વો અને આમવિષ દૂર થાય. ઉપરાંત, મનનાં પણ નકારાત્મક ભાવો લાલચ, ક્રોધ, લોભ, ભય, ઇર્ષ્યા, દ્રેષ દૂર થઇ માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
(ઉપરોકત ઉપચાર અને ઔષધિ કે યોગાભ્યાસ આયુર્વેદિક, યોગ નિષ્ણાંતની સલાહ બાદ જ કરવા)