59 વર્ષ પછી દિપાવલીએ ત્રિવિધિ યોગNovember 07, 2018

રાજકોટ તા. 7
ઉત્સવ, ઉમંગ અને રોશનીનું પર્વ એટલે દિવાળીની 59 વર્ષ બાદ આ પર્વ ઉપરી ત્રિવિધ યોગ બન્યો છે. 1959 પછી 2018 માં સ્વાતિ નક્ષત્ર, સ્થાયી જય યોગ અને પ્રિતિ યોગ
મળવાથી ત્રિવિધિ યોગ બન્યો છે. મંદિરો સજાવવામાં આવ્યા છે. 59 વર્ષ પછી દિવાળીમાં સ્વાતી નક્ષત્રની સાથે જય યોગ અને પ્રિતિ યોગ મળે છે આ ત્રિવિધ યોગમાં સામાન્ય પૂજા પણ હજારો ફળ આપે છે. દિવાળી આજે ઉજવાશે, ધનની દેવી મહાલક્ષી અને બુદ્ધિના દેવતા ત્રણેયની પૂજા કરવામાં આવે છે. આજે રાત્રે લક્ષ્મી, કુબેર અને ગણેશજીની પૂજાનું મહત્વ છે તે ઉપરાંત એવી માન્યતા છે કે અનાદી કાળમાંથી લક્ષ્મીની સાધના કરવાથી અથાક ધન્ય ધાન્યની પ્રાપ્તિ થાય છે. આ યોગમાં પૂજાનું મહત્વ એટલે છે કે દરિદ્રતાને દૂર કરે છે. દિપાવલીના આજના દિવસે મહાલક્ષ્મીની સાધના કરવી જોઈએ આ દિવસે સાધના કરવાથી અક્ષય લક્ષ્મીની પ્રાપ્તી થાય છે. દિવાળી એટ્લે આનંદોત્સવનું પર્વ છે. ધ્યાનથી ઉજવું જોઈએ અવસ્થાનો ભંગ ન પડે તેનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. ત્રિવિધિ યોગમાં પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ હોય છે. વેપારીઓએ ચોપડા પૂજન કરી શુકનવંતા ફટાકડા પણ ફોડવાનું મહત્વ શાસ્ત્રમાં ગણાવાયું છે.