ગોંડલના મોવિયામાં કાલે અન્નકૂટ મહોત્સવ

ગોંડલ: સંત ખીમદાસબાપુ ચૈતન્ય સમાધી મંદિર વડવાળી જગ્યામાં અનેક ધાર્મિક તહેવારો ઉજવવામાં આવે છે અને અનેક લોકોપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આવતીકાલે તા.08ને નૂતન વર્ષના દિવસે સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધી મંદિર - વડવાળી જગ્યામાં અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને સવાર - બપોર અને સાંજે મહાઆરતી થશે. તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. એમ મહંત ભરતદાસબાપુની યાદીમાં જણાવેલ છે.