RTIમાં માહિતી માંગનારને સરપંચે ફડાકા ઝીંક્યા

જૂનાગઢ: વંથલીના મહોબતપુર ગામના સરપંચે આરટીઆઈ નીચે માહિતી માંગનારને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ગાળો કાઢી જાપટ ચોટાડી દીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે મહોબતપરાના પ્રથમ નાગરીક અને ગામના સરપંચ સામે ગુનો નોંધી પકડી પાડવા કવાયત હાથ ધરી છે. વંથલીના મહોબતપુર (નવાગામ)ના રવીદાસ કાલીદાસ રાઠોડ (ઉ.વ.52) નામના આધેડે આરટીઆઈ એક્ટ મુજબ ગામની માહિતી માંગી હતી ત્યારે માહિતીની શું જરૂર છે. તેમ કહી ગામના સરપંચ શાંતીલાલ ભીમજીભાઇ સાપરીયાએ ઉશ્કેરાઈ જઇને ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હડધુત કરી જાપટ ચોટાડી દઇ માર માર્યો હતો.
માર માર્યો
ભેસાણના ચુડા ગામે રહેતા પુના હીરાભાઇ મારૂને તેમના ગામના સાગર રવજીભાઇ મારૂ, સાગરના મમ્મી, બહેન, કાકા ભાવેશભાઇ, કાકી નીમુબેન તથા તેના ભાઇ જીતુએ એક સંપ કરી તે મારા ભાઇને પોલીસમાં કેમ પકડાવ્યો તેમ કહી ઢીકા પાટુનો માર મારી સાગરે પુનાભાઇના માથામાં લાકડી મારી ઈજા કર્યાની પુનાભાઇએ સાગરના પરીવારની 3 મહિલા સહિત
6 શખ્સો સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.