મોરબીના ઉમિયા ચોકમાં કાર ભડભડ સળગીNovember 07, 2018

મોરબી તા.7
મોરબીમાં ગઈકાલે રાત્રે આગની જુદી - જુદી બે ઘટનાને કારણે ફાયર બ્રિગેડ રાતભર દોડતું રહ્યું હતું જેમાં રાત્રે સાડાનવે જોધપર નદી ગામે આગની ઘટના બાદ સવા ત્રણેક વાગ્યાના અરસામાં રવાપર રોડ ઉપર ઉમિયા ચોકમાં કાર ભડભડ સળગી ઉઠતા ફાયર બ્રિગેડે ત્વરિત કામગીરી કરી આગ ઓલવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ઉમીયા ચોક પાસે પાર્કીગ કરેલ હોન્ડા બ્રીઓ ગાડીમા સવા ત્રણેક વાગ્યાના અરસામાં આગ લાગતા ફાયરબ્રિગેડને બોલાવતા આગ કાબુમા લઈ લીધી હતી.
જો કે કાર સંપુર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી, આ ઘટના સમયે ફાયરબ્રિગેડને ફોનમા જાણ કરતા ફકત સાત જ મીનીટમા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. બીજી તરફ ગતરાત્રીના સાડા નવેક વાગ્યે જોધપર નદી ગામે કારીયાણાની દુકાનમાં લાગેલ આગમાં દોઢેક કરોડનું નુકશાન થયું હોવાનું બહાર આવ્યું છે, જોધપર નદી ખાતે આગમાં ખાખ
થઈ ગયેલ આ દુકાનમાં જન્મથી લઈ મૃત્યુ સુધીનો તમામ માલ સામાન મળતો હોવાનું અને આ મોલને પણ ટક્કર મારે તેવી આ દુકાનમાં પ્લાસ્ટિક, હાર્ડવેર સહિતની ચીજોને કારણે સતત સાતેક કલાકની
જહેમત બાદ આગ કાબુમાં આવી હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.