વાંકાનેરના કોટડાનાયાણી ગામે પત્નીની હત્યામાં આરોપી પતિ અંતે પકડાયોNovember 07, 2018

વાંકાનેર તા.7
વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામના 50 વર્ષીય પરિણીતાના મૃત્યુને કુદરતી મોતમાં ખપાવી દેવાની પતિની મેલી મુરાદ બર આવી ના હતી અને મૃતદેહને પીએમ માટે રાજકોટ ખસેડ્યા બાદ પીએમ રીપોર્ટમાં ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો જેને આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કોટડાનાયાણી ગામના રહેવાસી ભીખા બચું લઢેરને પત્ની ભારતી સાથે ઝઘડો થયો હતો ઘરકંકાશને પગલે પતિ પત્ની વચ્ચેનો ઝઘડો ઉગ્ર બનતા પતિએ ઢોર માર માર્યો હતો અને બાદમાં ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી જોકે ઘરમાં કશું બન્યું ના હોય તેમ પત્નીની અંતિમ વિધિ બારોબાર કરી નાખવી હતી અને ગ્રામજનોને પણ પત્નીનું મોત કુદરતી રીતે થયાના ગાણા પતિએ ગાયા હતા અને ગ્રામજનોની શંકાને પગલે પત્નીનું પડી જવાથી મોત થયાની ખોટી સ્ટોરી ઉભી કરી હતી જોકે મૃતદેહને રાજકોટ પીએમ માટે ખસેડાયો હતો જ્યાં તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો અને હત્યારો પતિ ફરાર થયો હોઈ તેને ઝડપી લેવા તાલુકા પીએસઆઈ જી આર ગઢવી સહિતની ટીમે તપાસ ચલાવી છે ગૃહકંકાશને પગલે પતિ પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. જેમાં ગત તા 03 ના રોજ ઝઘડો વધી જતા ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને ભાંડો ફૂટી જવાના ડરથી પતિ ફરાર થયો હતો જેને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી હતી જેમાં
પોલીસે આરોપીને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

 
 
 

Related News