તમે તાળી પાડો તો ‘દાદ’ દે તળાવ!November 06, 2018

શું તમે સાંભળ્યું છે કે કોઇ તળાવના કિનારે હળવો અવાજ કરવાથી અથવા તો સીટી-તાળી પાડવાથી પણ પાણીમાં પરપોટા થવા લાગે? જો નહીં તો, હિમાલયના ખોળામાં આવેલા બબલ લેક અથવા મંગલા છું તળાવમાં આવું જ કંઇક જોવા મળે છે. ગંગોત્રી પાસે આવેલા મુખના ગામથી 6 કિલોમીટર દૂર સ્થિત આ તળાવ આજે ટૂરિસ્ટ માટે રહસ્ય અને રોમાંચનું કેન્દ્ર બન્યું છે. આમ તો સંપૂર્ણ હિમાલય રહસ્યોનું કેન્દ્ર છે. સ્થાનિક લોકો આ રહસ્યોને આજે પણ આસ્થા સાથે જોડીને જૂએ છે. આ તળાવ સમુદ્રની સપાટીથી 3650 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. ઉતરકાશીથી લગભગ 80 કિમી દુર ગંગાનો શીતકાલીન પડાવ મુખવા ગામે પડે છે. આ ગામથી જ મંગલા છુ તાલ માટે રસ્તો જાય છે. 6 કી.મી.નો આ રસ્તો ફૂલોથી છવાયેલી ઘાટીથી વચ્ચે થઇને પસાર થાય છે. ટ્રેક પર પહેલા નાગણી પડાવ આવે છે. જે મુખવાથી ચાર કી.મી. દુર સરમ્યા બુગ્યાલમાં સ્થિત છે. અહીં આઝાદી પહેલા ભારત-તિબ્બત વેપારનો મેળો ભરાતો હતો. નાગણીથી દૂર બે કિ.મી. 200 મીટરના વિસ્તારમાં ફેલાયેલું મંગલા છું તળાવ છે. આ તળાવ આકારની દ્રષ્ટિએ તો નાનું છે. પરંતુ તેનું રહસ્ય આજે પણ મોટું છે. ગામ લોકો કહે છે. માન્યતા કોઇ પણ હોય પરંતુ મંગલા છું તળાવ પાસે અવાજ કરતા જ પાણીના તળિયે પરપોટા થાય છે. આ જોવું  ખૂબ જ રોમાચંક હોય છે. ટૂરિસ્ટ તેને જોવા માટે આતુર રહે છે. ઉતરકાશી ્યુનિવર્સિટીમાં ભૂગોળનો પ્રોફેસર રહેલા બચન લાલ અનુસાર ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં કેટલાક સ્થાન એવા છે જયાં જમીનની અંદર પાણ બારીક છીદ્રો દ્વારા બહાર આવે છે. હવે આસપાસના વાતાવરણમાં હલનચલન અથવા અવાજ થાય છે તો તળિયા પર પડેલા નાના છીદ્રો દ્વારા હવા પાણી પર પ્રેસર વધારે છે. તેનાથી પાણી પરપોટા તરીકે બહાર આવતું દેખાય છે. ઉતરખંડમાં હરિદ્વાર અને ઋષિકેશથી આ તળાવ 267 કી.મી. દુર આવેલું છે જયારે ગંગા નદીનો ઉદભવ ગણાતા ગંગોત્રીથી માત્ર 19  કી.મી.ના અંતરે આવ્યું છે. તેવામાં ચારધામની યાત્રાએ અથવા તો પછી ફરવા માટે જાવ ત્યારે પણ આ તળાવને જોવાનો આનંદ તમે માણી શકો છો.