ઇરફાન દિવાળી મનાવશે વતનમાં

મુંબઇ: છેલ્લા 8 મહિનાથી લંડનમાં કેન્સરની સારવાર લઈ રહેલો ઇરફાન ખાન ટૂંક સમયમાં ભારત પાછો ફરી રહ્યો છે. મળતાં અહેવાલ મુજબ ઇરફાન ખાન પરિવાર સાથે ભારતમાં જ દિવાળી મનાવશે. સૂત્રની વાત માનીએ તો ઇરફાન ખાન 10 દિવસ ભારતમાં રહ્યા બાદ ફરી ટ્રીટમેન્ટ માટે લંડન જશે. કારણ, ડોક્ટર્સે ઇરફાનને પૂર્ણપણે સાજો થયો હોવાનું જણાવ્યું નથી. એવું જણાવાઈ રહ્યું છે કે ઇરફાન ખાન નાશિક સ્થિત એના ફાર્મ હાઉસમાં પરિવાર સાથે દિવાળી મનાવશે. સારવાર માટે પરત ફર્યા બાદ ડોક્ટર દ્વારા ગ્રીન સિગ્નલ મળ્યા બાદ હિન્દી મીડિયમ-2નું શૂટિંગ શરૂ કરશે. જોકે શૂટિંગ દરમિયાન ડોક્ટર્સે જણાવેલી બધી પરેજી અભિનેતાએ પાળવી પડશે.