ગાડી બુલા રહી હૈ, મહેંગાઈ ભૂલા રહી હૈ..!

નવી દિલ્હી: ભારતીય રેલ્વેની ઘણી ખાસિયતો છે. ઇન્ડિયન રેલ્વે જ્યાં દુનિયાના સૌથી મોટા નેટવર્કમાંથી એક છે, ત્યાં એવી પણ સંસ્થા છે જ્યાં દુનિયાના સૌથી વધારે લોકો કામ કરે છે. જો તમે ઇન્ડિયન રેલ્વેની મદદથી ભારત દર્શન કરવાનો પ્લાન કરી રહ્યા છો, તો મહારાજા એક્સપ્રેસ તમારા માટે એક શાનદાર વિકલ્પ હોઇ શકે છે. મહારાજા એક્સપ્રેસ દુનિયાની સૌથી મોંઘી ટ્રેનોમાંથી એક છે. આ ટ્રેન એક હરતી-ફરતી ફાઇવ સ્ટાર હોટલ છે. આ ટ્રેનની યાત્રા કોઇ શાહી સફર કરતા ઓછી નથી. જોકે મહારાજા એક્સપ્રેસની મજા લેવા માટે તમારે થોડા વધારે રૂપિયા ખર્ચવા પડી શકે છે. જી હા આ ટ્રેનનું ભાડું 1.50 લાખથી શરૂ થઇને 15 લાખ સુધીનું છે.  મહારાજા એક્સપ્રેસમાં યાત્રા માટે પાંચ પ્રકારના પેકેજ ઉપલબ્ધ છે. ટ્રેન પેકેજમાં રહેલા સ્ટેશન પર ઉભી રહી છે, જ્યાં યાત્રીઓ હરી ફરી શક છે અને પછી નક્કી કરેલા સમય પર ટ્રેનમાં પરત આવી જાય છે. આ રીતે હરતી-ફરતી ફાઇવ સ્ટાર હોટલમાં મુસાફરી કરતા પર્યટક સફર કરી શકે છે.  આ ટ્રેન દિલ્હી કે મુંબઇથી થઇ આગરા, ફતેહપુર સીકરી, ગ્વાલિયર, રણથંભોર, વારાણસી, લખનઉ, જયપુર, બીકાનેર, ખુજરાહો અને ઉદેયપુર જેવા સ્ટેશનો પર રોકાય છે. ટ્રેનમાં સફર કરતા માટેની ટિકિટની કિંમત 1,93,490 રૂપિયાથી શરૂ થઇને 15,75,830 રૂપિયા રાખવામાં આવી છે. આ ટ્રેનમાં 23 ડબ્બા છે અને 88 યાત્રીઓ સફર કરી શકે છે.  ટ્રેનમાં યાત્રીઓને સૂઇ જવા માટે 14 કેબિન છે. તમામ કેબિનમાં ફોન, એલસીડી ટીવી, ડીવીડી પ્લેયર, ઇન્ટરનેટ, ઇલેક્ટ્રોનિક લોકરની સાથે તમામ કેબિનમાં બાથરૂમની પણ સુવિધા છે.  ઇન્ડિયન રેલ્વેની બાકીની ટ્રેનોમાં મુસાફરી કરનારા યાત્રીઓ કલ્પના પણ નહી કરી શકે કે હંમેશા ભીડ અને ગંદગી માટે ફેમસ રહેલી કોઇ ટ્રેન અંદરથી આટલી સુંદર પણ હોઇ શકે છે. આ ટ્રેનમાં ખાસ કરીને રાજાશાહી સજાવટ કરવામાં આવી છે. મહારાજા ટ્રેન વિશે વધારે જાણકારી મેળવવા માટે તમે વિિંાં://ૂૂૂ.વિંયળફવફફિષફત.ભજ્ઞળ/ જઇને માહિતી મેળવી શકો છો.