પાલિતાણાના કાળભૈરવ મંદિરમાં મુખ્યમંત્રી રૂપાણીની પૂજા અર્ચના


ભાવનગર તા.6
ભાવનગર જિલ્લાના પાલીતાણાના પ્રસિધ્ધ કાળભૈરવ મંદિર ખાતે કાળી ચૌદશની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીયમંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, જિલ્લાભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા સહિતનાં રાજકીય આગેવાને ઉપસ્થિત
રહ્યા હતા.
આજે કાળી ચૌદશની નિમિતે પાલીતાણાનાં પ્રસિધ્ધ કાળભૈરવ મંદિર ખાતે વિશેષ પૂજન-અર્ચન થાય છે. આ વર્ષે પણ રાજયનાં મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી મહાયજ્ઞમાં આહુતી આપી હતી.
કાળ ભૈરવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાળભૈરવ પીઠનાં ગાદીપતિ રમેશભાઇ શુકલનાં જણાવ્યા મુજબ મહાઅભિષેક, ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ અને કાલભૈરવનું વિશેષ પૂજન સહિતના કાર્યક્રમ મુખ્યમંત્રી સહિતનાં મહાનુભાવો અને ભક્તજનોની વિશાળ હાજરીમાં ઉજવાયેલ.