શાંતિનો ખાત્મો કરવા ખાલિસ્તાનીઓ તૈયાર

નવી દિલ્હી તા.6
ખાલિસ્તાન સમર્થક આતંકીઓ ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. એનઆઇએના સુત્રોના જણાવ્યા અનુસાર ખાલિસ્તાન સમર્થક ફરી એકવાર સક્રિય થયા છે અને ભારતમાં દહેશત ફેલાવવાની તૈયારીમાં છે. ખાલિસ્તાન સમર્થકોએ હુમલાને અંજામ આપવા માટે યૂએઇમાં નવો બેઝ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. કહેવાઇ રહ્યું છે કે આતંકીઓ પંજાબમાં મોટી ઘટનાને અંજામ આપી શકે છે. યુએઇની એક શૂટિંગ ક્લબમાં ખાલિસ્તાનના આતંકીઓ પંજાબમાં હિંસા ફેલાવવા માટે ષડયંત્ર રચી રહ્યા હોવાનું વિગતો સામે આવી છે.
યૂએઇની શૂટિંગ ક્લબ અને પંજાબમાં પકડાયેલા આતંકીઓ વચ્ચેની લીંકનો ખુલાસો સામે આવ્યો છે. પંજાબના ક્રિમિનલને યૂએઇની આ ક્લબ દ્વારા ફંડિગ પણ કરાયું છે. જેમાં પંજાબમાં બીજા ધર્મોના લોકોને નુકસાન પહોંચાડવાનો પ્લાન ઘડાયો છે. તાજેતરમાં તપાસ એજન્સી એનઆઇએના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે પાકિસ્તાન ખાલિસ્તાન સમર્થકોને મદદ કરી રહ્યું છે. સુત્રોના આધારે કહેવાયું છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ ખાલિસ્તાનના સમર્થકોને ઘણી રીતે મદદ કરી રહ્યું છે. સાથોસાથ એ પણ આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે, જો ભારત વિરૂધ્ધ કોઇ ઘટનાને અંજામ આપવામાં આવે તો તેઓ ઘણી મદદ કરવા તૈયાર છે. પાકિસ્તાન ભારતને અશાંત કરવા માટે આતંકી સંગઠન લશ્કર એ તોયબાએ નેપાલમાં પોતાનો અડ્ડો જમાવયો છે. સુત્રોનું કહેવું છે કે આ કામમાં પાકિસ્તાન હાઇ કમિશ્ન લશ્કરને મદદ કરી રહ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ આતંકીઓને મદદ કરી રહ્યું છે. સુત્રોનું કહેવું છે કે, આઇએસઆઇએ એનજીઓ બનાવ્યું છે. જેની મદદથી લશ્કર સહિત અન્ય આતંકી સંગઠનો માટે આતંકવાદી બનાવવા માટે યુવાઓની પસંદગી કરવામાં આવે છે.
ગુપ્ત રિપોર્ટમાં કહેવાયું છે કે, નેપાળમાં મોરંગ જિલ્લાના વિરાટ નગરમાં આઇએસઆઇની મદદથી લશ્કરે મોટો અડ્ડો તૈયાર કર્યો છે. કહેવાય છે કે, અહીં લશ્કર નેપાળી લોકોને પણ ભડકાવી આતંકીઓ બનાવી રહ્યું છે. કહેવાય છે કે ભારતમાં ઘટનાને અંજામ આપવા માટે આતંકવાદી બનાવાયેલા નેપાળી લોકોની પણ મદદ લઇ શકે છે.