‘બાબા’એ લોન્ચ કર્યા સંસ્કારી કપડાં!

નવી દિલ્હી તા.6
યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિહે અપરેલ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકયો છે. ધનતેરના દિવસે પતંજલી પરિધાનના પહેલા શોરૂમનું ઉદ્ઘાટન કર્યુ છે.
દિલ્હીના સુભાષ પ્લેસમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં બાબા રામદેવ સાથે પહેલવાન સુશીલ કુમાર અને ફિલ્મ મેકર મધુર ભંડારકર પણ હાજર રહ્યા.
સ્વામી રામદેવે જણાવ્યું કે, ડિસેમ્બર મહિના સુધીમાં દેશભરમાં આશરે 25 નવા સ્ટોર ખુલી જશે. પતંજલિ પરિધાનના સ્ટોરમાં ભારતીય વસ્ત્રોની સાથે પશ્ર્ચિમી પોશાક, એસેસરીઝ અને જવેલરી મળશે.
દિલ્હીમાં ખુલેલા સ્ટોરમાં જિન્સ 1100 રુપિયામાં મળી રહ્યું છે. રામદેવે જણાવ્યું કે દિવાળીના તહેવારોની સિઝનમાં ખરીદી પર 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બાબા રામદેવના પ્રવકતાએ ટવીટ કરીને માહિતી આપી કે પતંજલિ પરિધાનમાં સ્ત્રી-પુરુષોના કપડાં, ડેનિમ, એથનિક કપડાં અને ફોર્મલ વેયર સહિતના કપડાની 3000 થી વધુ કપડાની વેરાયટી મળશે. આ કપડાં લિવફિટ, આસ્થા અને સંસ્કાર બ્રાંડ અંતર્ગત મળશે.