ચીન, પાક.ને મોદીની ખુલ્લી ચેતવણી; છેડશો તો છોડીશું નહીં

નવી દિલ્હી: દેશની પહેલી પરમાણું સબમરીન આઈએનએસ અરિહંતે પોતાનું પહેલું પેટ્રોલિંગ અભિયાન સફળતાપૂર્વક પુરૂ કરી લીધું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈએનએસ અરિહંતને દેશને સમર્પિત કરતા ધનતેરસની ભેટ ગણાવી હતી. આ પ્રસંગે મોદીએ અરિહંતનો અર્થ સમજાવી દુશ્મન દેશોને સાવચેત પણ કર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર જ કહ્યું હતું કે પાડોશમાં પરમાણું હથિયારો વધવાની સ્થિતિ વચ્ચે ભારતે પણ વિશ્વસનિય પરમાણું ક્ષમતા વધારવાની ખુબ જ જરૂર છે. અરિહંત મારફતે પડકારોનો સામનો કરવામાં સક્ષમ બનીશું અને સણસણતો જવાબ પણ આપી શકીશું.
ભારતની પહેલી સ્વદેશી પરમાણું સબમરી આઈએનએસ અરિહંતે આજે તેનું પહેલું અભિયાન સફળતાપૂર્વક પુરૂ કર્યું હતું. પોતાનું પહેલું અભિયાન પુરૂ કર્યા બાદ પરત આવેલી આ શક્તિશાળી સબમરીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સમર્પિત કરી હતી.
આ સાથે તેમણે ચીન અને પાકિસ્તાનને કડક ચેતવણી પણ આપી હતી. ચેતવણી ભર્યા સ્વરમાં તેમણે કહ્યું હતું કે, અરિહંતનો અર્થ જ દુશ્મનોનો નાશ થાય છે. આઈએનએસ અરિહંત સવા સો કરોડ ભારતીયોની સુરક્ષાની ગેરેંટ સમાન છે.

Releted News