કોંગ્રેસ અને જેડીયુની પ્રતિષ્ઠા દાવ પરNovember 06, 2018


બેંગલુરૂ તા.6
કર્ણાટકના ત્રણ લોકસભા બેઠકો અન બે વિધાનસભા વિસ્તારોમાં પેટા ચૂંટણીનું પરિણામ આજ સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. મંગળવાર સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી શરૂ કરવામાં આવી છે. સત્તારૂઢ કોંગ્રેસ અને જેડીયૂ ગઠબંધન માટે ચૂંટણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અધિકારીઓના કહ્યું કે પાંચ ચૂંટણી વિસ્તારોના પાંચ કેન્દ્રો પર મતની ગણતરી ચાલી રહી છે. કુલ 1248 મત ગણના કર્મી હાજર છે. પાંચ ચૂંટણી વિસ્તારની પેટા ચૂંટણીમાં 67 ટકા મતદાન થયું છે. મતદાન મથક પર સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. મતની ગણતરી માટે લાવવામાં આવેલા કર્મચારીઓની સધન તપાસ બાદ કરવામાં આવી હતી.
બધી પાંચ ચૂંટણીમાં કુલ મળીને 31 ઉમેદવારો મેદાનમાં છે જોકે મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ-જેડીયૂ ગઠબંધન અને ભાજપ વચ્ચે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મત ગણતરી દરમિયાન કોઇપણ પ્રકારની કોઈ અપ્રિય ઘટના બને નહીં, અને સુનિશ્ચિત કરવા માટે કે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.