શીલ નજીક 14 કુંજનો શિકાર: બે નિર્દયી પકડાયાNovember 06, 2018

માધવપુર,તા.6
શીલ તાબેનાં સામરડા ગામે રોડ ઉપરથી કુંજ પક્ષીના શીકારી શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. શીલ પોલીસ સ્ટેશન વિસ્તારનાં સામરડા ગામે કલાક પ વાગ્યે વાહન ચેકીંગ દરમ્યાન સરમાગામ તરફથી આવેલ મો. સા.હીરો જી.જે.11 બીપી-0પ03 વાળુ ચેક કરતા વચ્ચેનાં ભાગે બાચકામાં કુંજ પક્ષી મરેલ હાલતમાં કુલ નંગ 14 ભરેલ હોય તથા છરી નંગ-3 સાથે ઈસમ ઈસાભાઈ સુલેમાનભાઈ સમા, મુસ્લીમ તથા ઈસાભાઈ અલ્લારખાસામ મુસ્લીમ રહે. બંન્ને શેરીયાજ બારા તા.માંગરોળ વાળાએ અમીપુર ડેમ ખાતેથી સદરહું કુંજ પક્ષીના શિકાર કરી આવતા હોવાનું જણાવતાં બંન્ને ઈસમોને પકડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી થવા સારૂ માંગરોળ વન વિભાગને સોપવામાં આવેલ છે.