રાજકોટ-ભાવનગર વચ્ચે ટૂંક સમયમાં શરૂ થશે હવાઇસેવા

  • રાજકોટ-ભાવનગર વચ્ચે ટૂંક સમયમાં શરૂ થશે હવાઇસેવા


રાજકોટ તા.6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષિત કરેલી સસ્તી હવાઇ યોજના ‘ઉડાન’નાં ત્રીજા તબક્કા માટેનાં નવા રૂટ જાહેર થયા છે. આ નવા રૂટમાં રાજકોટ-ભાવનગર અને રાજકોટ-પોરબંદર રૂટનો પણ સમાવેશ છે. નવા રૂટ માટેની ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ થઇ જવાથી હવે ટૂંક સમયમાંજ ખૂબજ સસ્તા દરે ઉપરોક્ત બન્ને રૂટો પર વિમાનો ઉડવા લાગશે. રાજકોટ ભાવનગર વચ્ચે પ્લેન સેવા શરૂ થવાથી હવે રો-રો ફેરીથી સુરત-મુંબઇ થતાં વેપારી-ઉદ્યોગકારો તથા પ્રવાસીઓને
ફાયદો થશે.
કેન્દ્ર સરકાર દ્વારા ટાયર-2 સિટીઝ તથા જે તે રાજયના શહેરોને સાંકળતી રિજિયોનલ વિમાનીસેવાને પ્રોત્સાહન આપવા માટે ઉડાન યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ અગાઉ બે સ્કીમ જાહેર થઇ ચૂકી છે, જ્યારે પાર્ટ-3 રૂપે ફરી આ યોજના હેઠળ સંખ્યાબંધ ફલાઇટ રૂટસ એવિએશન મિનિસ્ટ્રી દ્વારા પસંદ કરાયા છે. એરપોર્ટ સાથે સંકળાયેલાઓ મુજબ. તાજેતરમાં એવિએશન મિનિસ્ટ્રી દ્વારા ઉડાન-3 હેઠળ સંખ્યાબંધ નવા રૂટ જાહેર કરાયા છે. જે માટે ઉત્સુક એરોલાઇન્સ કંપનીઓ પાસે ટેન્ડર ઇન્વાઇટ કરાયા છે. ગુજરાત માટેના રૂટસમાં 12 જેટલા રૂટનો સમાવેશ થાય છે. તેમાં અમદાવાદ, ભાવનગર, રાજકોટ, ભૂજ, પોરબંદર સહિતના નગરોને સાંકળતી ફલાઇટોમાં રૂટ સમાવાયદ છે. જ્યારે સુરતથી ફલાઇટની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે ઉઠાન સ્કીમ હેઠળ સુરતને સાંકળતો એકપણ રૂટ જાહેર કરાયો નથી. જેને લઇને સ્થાનિકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. જાણકારો મુજબ. આ યોજના હેઠળ જો કોઇ રૂટ પર ફલાઇટ ઓપરેટ થાય તો મુસાફરોને નીચાં દરથી ટિકિટોનો તથા એરલાઇન્સ કંપનીઓને વાયેબિલિટી ગેપ ફંડિંગ અને નીચા વેટદરોનો લાભ મળી શકે છે. ખાસ કરીને એક કલાક
કે તેથી ઓછા સમયની મુસાફરીના રૂટમાં
રૂપિયા 2500ના દરથી વિમાની સેવાનો લાભ મળી શકે છે.