અલિયાબાડામાં આદિવાસી યુવતીની ઝેર પી લઇ આત્મહત્યા

જામનગર તા. 6: જામનગર તાલુકાના અલીયાબાડા ગામ પાસે એક વાડીમાં રહેતી અને ખેતમજુરી કામ કરતી રાણુબેન હમીરભાઇ સંઘાણીયા નામની આદિવાસી પરણિતાએ તા. 27-10-18 ના દિવસે પોતાની વાડીમં રાખેલી  જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે જામનગરની જી જી હોસિપટલમાં દાખલ કરાઇ હતી જયા સારવાર  દરમ્યાન ગઇકાલે બપોરે તેણીનું મૃત્યુ નિપજયુ છે પોલીસે તેણીના મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.