ધ્રોલમાં દલિત યુવાનને માર મારી હડધૂત કરાયો

જામનગર તા. 6
જામનગર જીલ્લાના ધ્રોલમાં ઘાંચી શેરીમાં રહેતા એક દલિત યુવાને પોતાને સામાન્ય બાબતમાં માર મારી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.
આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ધ્રોલમા વાલમીકી વાસ વિસ્તારમાં રહેતો રંજનીભાઇ જેન્તીભાઇ કબીરા નામનો 20 વર્ષનો વાલ્મીકી યુવાન ગઇકાલે ઘાંચી શેરીમાંથી પગપાળા ચાલીને જઇ રહ્યો હતો જે દરમ્યાન વિક્રમ દિપકભાઇ દેવીપુજક અને હીરાભાઇ રમેશભાઇ દેવીપુજક પોતાનું બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા જેનુ બાઇક રજનીભાઇને અડી જતા બોલાચાલી થઇ હતી.
જેથી બન્ને દેવીપુજક શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને પોતાના અન્ય બે સાગરીતો સાથે ઘસી આવી દલિત યુવાન પર હુમલો કરી દીધો હતો જયારે તેને સમાજમાં હલકા પાડવા માટે હડધુત કર્યા હતા અને ભાગી છુટયા હતા આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે ફરીયાદ નોંધાવતા ધ્રોલ પોલીસે એસ્ટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.