જામનગર: યશ ગોહિલના જન્મદિનની ઉજવણીમાં આવતા બોલિવૂડના વિલન

જામનગર તા.6
જામનગર શહેરમાં મોબાઇલ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા યશ ઇલેકટ્રોનિકસ નામથી અનેક મોબાઇલ શો રૂમ ધરાવતા અને આર.કે. ના નામથી જામનગરમાં પ્રચલિત થયેલા રાજુભાઇ ગોહિલે આજે ધનતેરસ જેવા પવિત્ર દિવસે પોતાના પુત્ર ‘યશ’ના 21માં જન્મદિવસે સરપ્રાઇઝ ગીફટ આપી હતી. બોલીવુડની સૌથી સફળ રેસ થ્રી ઉપરાંત જુનિયર અને શબાનામાં નેગેટીવ રોલ વિલનની ભુમિકા ભજવી સારી એવી નામના મેળવી ચૂકેલા મુંબઇના રાજેશકુમાર ભાટીને આજે જામનગરના મહેમાન બનાવ્યા હતા. જે આગામી સલમાનખાનની દબંગ થ્રી ફિલ્મમાં પણ મુખ્ય વિલનની ભૂમિકા કરી રહ્યા છે. ઉપરાંત ટેલીવુડની ગોરસ નામની સીરીયલમાં પણ મુખ્ય સિપાઇની ભૂમિકા ભજવી રહ્યા છે.
જે ખુબજ વ્યસ્ત ફિલ્મસ્ટાર આજે બપોરે મુંબઇથી હવાઇ માર્ગે જામનગર આવી પહોંચ્યા હતા અને અંબર સિનેમા રોડપર પંચરત્ન કોમ્પલેક્ષમાં આવેલી યશ ઇલેકટ્રોનિકસ મોબાઇલના શો રૂમમાં રાજુભાઇ ગોહિલ (આર.કે.) ના પુત્ર યશના 21માં જન્મદિવસના પ્રસંગે હાજરી આપી બર્થડે
બોય યશ ઉપરાંત તેના પરિવારજનો અને વિશાળ મિત્ર વર્ગુળને
ચોંકાવી દીધા હતા.