સચિવાલય સુધી દીપડો આવ્યો ક્યાંથી? તપાસ શરૂ

  • સચિવાલય સુધી દીપડો આવ્યો ક્યાંથી? તપાસ શરૂ

ગાંધીનગર તા.6
સોમવારે ગાંધીનગરના સચિવાલયમાં દીપડો ઘૂસી જવાની ઘટનાએ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની હતી. રાજયની સૌથી સુરક્ષિત બિલ્ડિંગો પૈકી એક નમાતા સચીવાલયમાં જો જંગલી જાનવર આરામથી ઘુસી શકતું હોય તો અન્ય ખરાબ મનસૂબા ધરાવતા તત્ત્વો પણ ઘૂસી જાય તો નવાઇ નહીં. આ મુદ્દો તમામ જગ્યાએ ચર્ચાઇ રહ્યો છે.
સાબરમતી નદીના જંગલોમાં દીપડા દેખાવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ગાંધીનગરમાં પાછલા 10 વર્ષમાં 3-4 વાર દીપડો દેખાયો છે. વનવિભાગના સત્તાવાર આંકડા મુજબ બાજુમાં આવેલ સાબરકાંટા જિલ્લાના જંગલોમાંથી દીપડાની સંખ્યા 70 જેટલી છે. જેના કારણે ખોરાકની શોધમાં તેઓ ગાંધીનગર સુધી
(અનુસંધાન પાના નં.8)
આવીજતા હોવાનું કહેવાય છે. વન વિભાગના પ્રિન્સિપાલ ચીફ ક્ધઝર્વેટર એ.કે. સકસેનાએ કહ્યું કે ‘સચીવાલય સુધી દીપડો ક્યાંથી અને કઇ રીતે પહોંચી ગયો તે અંગે અમે તમામ રસ્તાઓ પર તપાસ કરીશું. અમારૂં માનવું છે કે દીપડો સાબરમતી તરફથી આવ્યો હશે તે સાથે જ ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં પણ દીપડાની હાજરી અંગે તપાસ કરીશું.
સચિવાલય પરિસરમાં દીપડો ઘુવાની ઘટનાને પગલે અનેક સવાલો ઉભા થાય છે. સમગ્ર ઘટનામાં આખરે બેદરકારી કોની છે તે સવાલના જવાબમાં જવાબદાર વિભાગો એકબીજા પર ટોપલો ઢોળી રહ્યા છે.
સચિવાલયના તમામ ગેટની ઉપર અને નીચાના ભાગે પ્રોટેક્શન રોડ લગાવવાની જરૂરિયાત રહેલી છે. જો કે અત્યાર સુધી આ અંગે કોઇ પગલાં લેવાયા નથી.
------------------------