મહાત્મા ગાંધી ટ્રસ્ટ દ્વારા રંગોળી, દિવાળી કાર્ડ સ્પર્ધાNovember 06, 2018

રાજકોટ તા,6
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ટ્રસ્ટની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માટે દિપડા શણગાર, રંગોળી તથા દિવાળીકાર્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટની અલગ અલગ 20થી પણ વધારે શાળાઓના 350 વિદ્યાર્થીઓે ઉત્સાહથી ભાગ લીધેલો. નિર્ણાયક તરીકે શ્રી દર્શિકાબેન ઘોરડા, લીનાબેન રુપાણી, જલ્પાબેન ગૌસ્વામી, મીતાબેન જોબનપુત્રા તથા જસ્મિનાબેન અને ખ્યાતીબેન સેવા આપી હતી.
વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી, નિર્ણાયકો તથા વિવિધ શાળાના આચાર્યોના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા.